INDIA NEWS GUJARAT : રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા બાકી મિલકત વેરા ને લઈ બાકીદારો ઉપર લાલ આંખ કરી છે ત્યારે વાત કરીએ તો રાજકોટ વેરા વસૂલાત શાખા દ્વારા કરોડો રૂપિયાના વેરા સામે ઘણો મોટો વેરો વસૂલી લેવામાં આવ્યો છે આ તકે રાજકોટ મહાનગર પાલિકાની વેરા વસૂલાત શાખા મેનેજર વત્સલ પટેલ દ્વારા ઇન્ડીયા ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે વેરા વસૂલાત વિભાગ દ્વારા કુલ 410 કરોડનો લક્ષ્યાંકમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 338 કરોડનો વેરો વસૂલી લેવામાં આવ્યો છે.
સાથે જ મોટી સરકારી ઇમારતોની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવે તે રીતે સરકારી કચેરીઓ વેરો ભરતી હોય છે ત્યારે સરકારી ઇમારતોનું કુલ 91 કરોડનો વેરો બાકી છે જેમાં રાજકોટ રેલ્વે,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ જિલ્લા કલેકટરને કચેરી,પોલીસ કમિશ્નર કચેરી સહિતની કચેરીઓનો સમાવેશ થાય છે સાથે જ 2024 ના વર્ષમાં ચેક રિટર્ન ની વાત કરીએ તો જે મિલકત માલિકો દ્વારા ચેક મારફત વેરો ભરવામાં આવ્યો હતો જેમાં 856 મિલકત માલિકો દ્વારા કુલ 4,58,76,222 રૂપિયાની રકમ બાકી હતી જે 2025ના ચાલુ વર્ષમાં 804 બાકીદારો પાસેથી 3,19,28000 ની રકમ વસૂલવામાં આવી છે.
જેમાં પણ ખાસ 52 જેટલા કિસ્સાઓમાં 39,48000 ની રકમ ચેક રિટર્ન કેસમાં ભરપાઈ નહિ કરતા 52 જેટલા બાકીદારો ઉપર રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા કાયદાકીય રીતે અથવા તો નોટિસ પાઠવી બાકી વેરાની રકમ ભરપાઈ કરવામાં આવશે ત્યારે હવે જોવું રહ્યું કે વેરામાં બાકીદારો વેરાની રકમ ભરપાઈ કરે છે કે પછી કાયદાકીય લડત આપવા તૈયાર થાય છે.