સુરત ના જોઈન્ટ કમિશ્નર વાબાંગ જમીર પાસે હતો સુરત પોલીસ કમિશ્નર અને સુરત રેન્જ આઈ.જી નો ચાર્જ
સુરત રેન્જ એક મહત્વની જગા છે અને રેન્જ આઈ.જી પાસે વલસાડ,નવસારી,ડાંગ સહીત સુરત ગ્રામ્ય ની જવાબદારી હોય છે.તેવા સમયે ઇન્ચાર્જ આઈ.જી હોવાથી ૨ મહત્વના ચાર્જ સંભાળતા વાબાંગ જમીર ઉપર કાર્યભાર વધ્યો હતો.ત્યારે છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી સુરત રેન્જ આઈ.જી ની જગ્યા ભરવામાં આવી છે.ચુંટણી પંચ દ્વારા રાજ્યના ૩૫ જેટલા આઈ.પી.એસ અધિકારીઓ ની બદલી કરવામાં આવી હતી.જેમાં ૨૦ આઈ.પી.એસ અધિકારીઓ ની બઢતી કરવામાં આવી છે.જે પૈકી મોટાભાગના બઢતી પામેલા આઈ.પી.એસ અધિકારીઓ ને જેતે સ્થળે યથાવત રાખીને પોસ્ટ અપગ્રેડ કરવામાં આવી છે.
પ્રેમ વીર સિંગ નવસારી અને વલસાડના પોલીસ વડા રહી ચુક્યા છે
પ્રેમ વીર સિંગ ૨૦૦૫ ના આઈ.પી.એસ અધિકારી છે અને તેમણે પ્રોબેશન પીરીયડ પૂર્ણ કર્યા બાદ તેમની પહેલી પોસ્ટીંગ નવસારીમાં એસ.પી તરીકે થઇ હતી.જેથી તેઓ આ વિસ્તારથી પૂરતા વાકેફ છે કેમકે આ તેમની ત્રીજી વાર દક્ષીણ ગુજરાતમાં પોસ્ટીંગ થઇ છે.પ્રેમ વીર સિંગ વલસાડ એસ.પી તરીકે પણ ફરજ બજવી ચુક્યા છે.માનવામાં આવે છે કે તેઓ નિષ્ઠાવાન અધિકારી તરીકે ઓળખાય છે.તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ના જોઈન્ટ કમિશ્નર રહી ચુક્યા છે અને અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ ની બદલી બાદ પ્રેમ વીર સિંગ ને અમદાવાદ પોલીસ કમિશ્નર નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.અને તેમનાજ ચાર્જ દરમિયાન રથ યાત્રા નીકળી હતી.જેતે સમયે તેમણે ખુબજ સારી રીતે બંદોબસ્ત ગોઠવી ને આ મહાપર્વ ને પાર પડ્યો હતો.
સુરત રેન્જ આઈ.જી રહી ચુકેલા વી ચંદ્રશેખર ની બદલી બાદ આ જગા ખાલી હતી અને જોઈન્ટ કમિશ્નર સુરતના વાબાંગ જમીર ને રેન્જ નો પણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો.૫ ડીસેમ્બર ૨૦૨૩ થી આ જમીર ચાર્જ સાંભળી રહ્યા હતા.જોકે હવે કાયમી પોસ્ટીંગ થતા રેન્જ ઉપર પુરતું ધ્યાન અપાશે.સાથે સાથે દમણથી દારૂની બદી અને ડ્રગ્સ નું પણ ખુબજ મોટા પ્રમાણમાં દક્ષીણ ગુજરાતમાં હેરાફેરી થાય છે.તેવા સમયે પ્રેમ વીર સિંગ એ નશાનો આ કાળો કારોબાર ડામવા માટે પણ મજબુત પગલા ભરવા પડશે.ત્યારે આજે વિધિવત ચાર્જ સાંભળ્યા બાદ પ્રેમ વીર સિંગ એ વર્તમાન પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો અને સાથે સાથે લોકસભાની ચુંટણી ને લઈને પણ એક્શન પ્લાન ઘડવાની તૈયારી કરી છે.