HomecrimeNDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો...

NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ – INDIA NEWS GUJARAT

Date:

NDPS Case: ગુજરાતના પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે 28 વર્ષ જૂના ડ્રગ કેસમાં 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો હતો. પાલનપુર એડિશનલ એન્ડ સેશન કોર્ટ દ્વારા આ કેસમાં અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ કરવામાં આવ્યો હતો.

સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા

NDPS એક્ટ હેઠળ પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ વિરુદ્ધ વર્ષ 1996માં કેસ નોંધવામાં આવ્યો હતો. બુધવારે સંજીવ ભટ્ટને આ જ કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સુનાવણી દરમિયાન કોર્ટે તેને દોષિત જાહેર કર્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 1996માં બનાસકાંઠાના તત્કાલીન SP સંજીવ ભટ્ટ પર પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રખાવી એમના વિરુદ્ધ ડ્રગ્સનો ખોટો કેસ કરવાનો આરોપ હતો. તેજ સમયે પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ 6 મહિના સુધી ખોટા કેસ વિરુદ્ધ હડતાળ પણ કરી હતી.

NDPS Case: સંજીવ ભટ્ટ પર સાડા પાંચ વર્ષથી ચાલી રહ્યો હતો કેસ

આ પછી 2011માં સંજીવ ભટ્ટને સેવા માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2015 માં, તેમને ‘અનધિકૃત ગેરહાજરી’ માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. આ મામલે પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ 11 કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે. આ પૂર્વ IPS ને કોર્ટે 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની પણ જોગવાઈ કરાઈ છે. આપને જણાવી દઈએ કે આ ndps કેસ સાડાપાંચ વર્ષથી ચાલે છે. સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યો હોવાનું સામે આવતા 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઇમે કરી અટકાયત હતી. હાલ પાલનપુર કોર્ટ સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવી 20 વર્ષની સજા સંભળાવી છે.

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

આ સપ્તાહમાં સબ્સ્ક્રિપ્શન માટે ઓપન થતાં IPO – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories