Murder Case: સાબરકાંઠામાં હિંમતનગરની રામનગર સોસાયટીમાં થયેલ ડબલ મર્ડર કેસના ભેદ પોલીસે 24 કલાકમાં ઉકેલી દીધો છે. જેમાં 3 લોકોની અટકાયત કરવામાં આવી છે અને આશરે 83.85 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
પુત્રવધુએ દીકરા સાથે મળી કરી હત્યા
સાબરકાંઠા માં હિંમતનગરની રામનગર સોસાયટીમાં થયેલ ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલાયો છે. ઘટના આવી બની હતી કે મંગળવારે બપોરના સુમારે પતિ-પત્નીની કરૂણ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનામાં રીટાયર્ડ એ.એસ.આઇ પતિ વિક્રમસિંહ ભાટી અને પત્ની મીનાકુમારી ભાટીની હત્યા તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. આ મામલે 24 કલાકની અંદર જ પોલીસને મોટી સફળતા મળી છે.
Murder Case: 10 લાખમાં હત્યા કરવાની આપી હતી સોપારી
તપાસમાં જાણવા મળ્યું છે આમની હત્યા બીજા કોઈ નઇ પરંતુ તેમના પુત્રવધુ મીત્તલકુમારીએ તેના કિશોર વયના દીકરા સાથે મળીને હત્યા કરી હતી. પુછપરછ કરતાં મીત્તલકુમારીએ સસરા વિક્રમસિંહ ભાટી તથા સાસુ મનહરકુંવબા તેમને અને તેમના દિકરાને માનસીક ત્રાસ આપતા હતા અને તેઓની સાથે ઝઘડો કરતા હતા, જેથી પોતે તેમના દિકરા સાથે મળીને આ બંનેને મારી નાખવાનું નકકી કર્યું હતું. તેમણે હિંમતનગરમાં રહેલા હેત પટેલને 10 લાખમાં હત્યા કરવાની સોપારી આપી હતી. હત્યા બાદ પુત્રવધુએ લોહીના ડાઘ સાફ કરવાની કોશિશ કરતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે શંકાના આધારે ઉલટ તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે ચાર આરોપીઓ પાસેથી 83.85 લાખની રોકડ અને દાગીના રિકવર કર્યા છે અને હજુ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તમે આ પણ વાંચી સકો છો:
તમે આ પણ વાંચી સકો છો: