એસ ઓ જી પોલીસની ટીમ એ પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે શંકાસ્પદ ઇસમોની તલાશી લેતા રેકેટ બહાર આવ્યું
હાલે બજાર માં સોનુ 70 હજાર ની પાર થવાની તૈયારી છે ત્યારે જોકે વલસાડ જિલ્લા માં એક ગેંગ લોકો ને 5 લાખ રૂપિયા માં 1 કિલોગ્રામ સોનુ આપી રહ્યા છે.તમે પણ સાચું માની ગયા હશો.આપ ને જણાવી દઈએ કે આપ ને કોઈ ઈસમ સસ્તું સોનુ આપવાની લાલચ આપે તો તેમાં ભોળવાઈ ન જતા .વલસાડ માં એક ગેંગ સક્રિય બની છે ને સસ્તું સોનુ આપી ગરજાઉ લોકો ને છેતરતી ગેંગ સક્રિય બની હતી .જોકે વલસાડ એસ.ઓ .જી પોલીસ ની ટીમે મૂળ રાજસ્થાન ના ઝાલોર ની ગેંગ ના 2 સાગરીતો ને રંગે હાથ ઝડપી પડયા છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ૨ શંકાસ્પદ ઉસમોને રોકી તેમની ઝડતી લેતા મામલો બહાર આવ્યો
વલસાડની એસ ઓ જી પોલીસની ટીમ એ પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી તેમની પૂછપરછ કરી તલાસી લેતા તેમની પાસેથી સોનાના નાના 29 મણકા ,સોના જેવી પીળી ધાતુની માળા અને ચાંદીના ગોળ જુના રાણી છાપ સિક્કા અને એક લાખ રૂપિયા થી વધુની રોકડ રકમ પણ મળી આવી હતી. આથી પોલીસ સ્ટેશન લઈ જઈ આગવી ઢબે પૂછપરછ કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ પોપટની જેમ પોતાનો ગુનો કબુલ કર્યો હતો.તપાસ માં બહાર તેઓએ થોડા સમય અગાઉ ભીલાડમાં એક વ્યક્તિને અસલી સોનું આપવાની લાલચ આપી આ નકલી સોનું પધરાવી રૂપિયા 50,000 થી વધુ ની છેતરપિંડી યાત્રી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ થોડા સમય અગાઉ જ તેઓએ વાપીના પણ એક વ્યક્તિને શરૂઆતમાં 10000 ની કિંમત નો કિંમત માં નાનો સોનાનો એક મણકો આપ્યો હતો જેની ખરાઈ કરતાં તે સાચો નીકળતા આરોપીઓએ વાપીના વ્યક્તિને ફરિયાદીને સસ્તામાં અસલી સોનાના એક કિલોની માળા આપવા ની લાલચ આપી હતી માત્ર પાંચ લાખ રૂપિયામાં જ એક કિલો સોનાની નકલી સોનાની માળા ની મળતી હોવાની લાલચે લાજલમાં ભેરવાઈ ગયા હતા અને ત્યારબાદ આરોપીઓએ તે વ્યક્તિને એક કિલોની પીળી ધાતુની સોના જેવી માળા પણ આપી હતી જોકે ફરિયાદીને શંકા જતા તેને સોનીની દુકાન પર લઈ જઈ તપાસ કરાવતા તે સોનુ નકલી નીકળ્યું હતું પરિસ્થિતિ પારકી ગયેલા બંને ઠગો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને આખરે પોલીસના હાથે તેઓ દબોચાઈ ગયા હતા.
ફૂલ વેચવાના બહાને સોસાયટીમાં ફરીને પોતાનો શિકાર શોધતા:આરોપીઓ નો ભૂતકાળ પણ ગુનાહિત છે
વલસાડ એસ.ઓ જી પોલીસ જાપ્તા માં રહેલા આ બન્ને ઈસમો મહાઠગ છે .તેમની ઓળખ કરીએ તો જીતેન્દ્ર લાલારામ વાઘેલા અને અર્જુન ભીમાજી સોલંકી મૂળ રાજસ્થાન ના ઝાલોર ના વતની છે .જોકે છેલ્લા કેટલાક સમય થી પારડી રહે છે .ઝડપાયેલા બંને આરોપી અતિશય રીઢા ગુન્હેગાર છે . એસઓજી પોલીસે બંનેની ધરપકડ કરી ઊંડાણ પૂર્વક તપાસ કરી હતી. આથી આરોપીઓએ અગાઉ પણ આચરેલ ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે. પોલીસની તપાસમાં બહાર આવી છે કે આરોપીઓ શરૂઆતમાં ફુલ વેચવાના બહાને ગલી મોહલ્લાઓને બજારમાં ફરતા હતા અને લાલચમાં ભોળવાઈ જાય તેવા લોકોની શોધ કરતા હતા અને પૈસા આપી શકે તેવા વ્યક્તિઓને નિશાન બનાવી તેને શરૂઆતમાં સોનાના અસલી સોનાનો નાનો મણકો આપતા હતા. જેની ખરાઈ કરતા સામેની વ્યક્તિ વધુ લાલચમાં આવી સસ્તામાં સોનુ લેવા લલચાઈ જાય .ત્યારબાદ આરોપી ઓ જેતે ઈસમ સાથે લાખો રૂપિયાની ડીલ કરતા હતા .મકાન ના ખોદકામ માં જુના સિક્કા અને સોનાની માળાઓ મળી છે અને તાત્કાલિક રૂપિયા ની જરૂર હોવાથી સસ્તું સોનુ વેચવાની મજબૂરી નું કહી ને ગરજાઉ વ્યક્તિ ને ફસાવતા હતા.આરોપી પાસે થી વલસાડ એસ.ઓ જી પોલીસ ની ટીમે સોનાના નાના 29 મણકા અને સોના જેવી પીળી ધાતુની અને એક લાખ થી વધુ ની રોકડ રકમ જપ્ત કરી છે .પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીઓ અસલી સોનાની લાલચ આપી નકલી સોનું પધરાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું કબૂલ કર્યું હતું.આરોપીઓ વિરુદ્ધ રાજસ્થાન માં પણ અનેક ગુહાઓ નોંધાઈ ચુક્યા છે . એસ.ઓ.જી પોલીસે ની ઊંડાણપૂર્વક તપાસ કરતા રિમાંડ દરમિયાન વધુ ગુન્હાઓ ઉકેલાઈ જશે તેવું મનાઈ રહ્યું છે.