HomecrimeFraud In The Name Of Club Membership : ક્લબ મેમ્બરશીપના નામે 16...

Fraud In The Name Of Club Membership : ક્લબ મેમ્બરશીપના નામે 16 લોકો સાથે લાખોની ઠગાઈ, ચાર સામે ગુનો નોંધાયો : INDIA NEWS GUJARAT

Date:

ક્લબ મેમ્બરશીપના નામે 16 લોકો સાથે લાખોની ઠગાઈ, ચાર સામે ગુનો નોંધાયો

ગુનો દાખલ થયા બાદ અલ્પેશ કોટડિયાનું નિવેદન, મારી સામે ગેરસમજના કારણે ફરીયાદ થઈ છે

સુરત શહેરમાં ક્લબ મેમ્બર શિપના નામે 16 જેટલા લોકો સાથે 19 લાખ રૂપિયાથી વધુની ઠગાઇનો મામલો સામે આવ્યો છે. આ અંગે રાજગ્રીન ગ્રુપ ઓફ હોસ્પિટાલિટી ટ્રેડ સેન્ટરના ડિરેક્ટર સંજય પરસોત્તમ મોવલિયા, અલ્પેશ ગોકળભાઈ કોટડિયા, મનોજ પરસોત્તમ મોવલિયા અને નીતેશ રણછોડભાઈ મોવલિયા સામે છેતરપિંડીની ફરિયાદ અલથાણ પોલીસમાં નોંધાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સંજય મોવલિયા સહિત ચારેયે આરોપીઓએ ભેગા મળી શહેરના અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ક્લબની મેમ્બરશિપ પેટે નાણાં ઉઘરાવી લીધા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ક્લબ મેમ્બર શિપના નામે 16 જેટલા લોકો પાસેથી રૂપિયા લીધા બાદ આરોપીઓએ ક્લબ નહીં બનાવી અને ક્લબની જમીન બેંકે હરાજીથી વેચી દીધી હતી. તેમ છતાં ક્લબમાં નાણાં રોકનારને તેમના નાણાં પરત નહીં આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આ અંગે શનિવારે ચારેય સામે સીએ તેજસ રઘુવીર અગ્રવાલે પોલીસ ફરિયાદ નોંધાવાત પોલીસે સંજય પરસોત્તમ મોવલિયા (શુભમ બંગ્લો, પાર્લે પોઇન્ટ), અલ્પેશ ગોકળભાઈ કોટડિયા (સૃષ્ટી શુભમ, પાર્લે પોઇન્ટ), મનોજ પરસોત્તમ મોવલિયા (શુભમ બંગ્લો, પાર્લે પોઇન્ટ) અને નીતેશ રણછોડભાઈ મોવલિયા (શુભમ બંગ્લો, પાર્લે પોઇન્ટ) વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ
વેસુ ખાતે લા કાસા લ્યુસિડો ધ ફેમિલી ક્લબ બનાવવા માટે સંજય મોવલિયા આણી મંડળીએ ન્યૂઝપેપરમાં જાહેરાત આપી હતી. આ ઉપરાંત અમિતાભ બચ્ચનને પણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાતો કરી ક્લબની

મેમ્બરશીપ માટે સંખ્યાબંધ લોકો પાસેથી નાણાં ઉઘરાવી લીધા હતા. ક્લબ તો બનાવી જ નહીં પરંતુ તેની જમીન પણ લોન ભરપાઈ ન કરતા બેંક ઓફ બરોડાએ વેચી દીધી હતી. મેમ્બરશીપ માટે બેંકના ચેક પણ ચૂકવ્યા હતા. અલગ-અલગ ચેક થકી કુલ 3,87,000/- ચુકવ્યા હતા. 16 જેટલા અલગ-અલગ સભ્યો પાસેથી પણ મેમ્બરશીપના નાણાં પડાવ્યા હતા. કુલ રૂપિયા 19.49 લાખ પરત નહીં કરતા રાજગ્રીન ગ્રુપ ઓફ હોસ્પિટાલિટી લિ.ના ચારેય ડિરેક્ટરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે સંજય મોવલિયા અમેઝિયા વોટર પાર્કના વિવાદમાં પણ અગાઉ સપડાયેલા છે.

  • ગેરસમજથી મારી સામે ફરિયાદ દાખલ થઈ છેઃ અલ્પેશ કોટડીયા

અલ્પેશ કોટડીયાએ જણાવ્યુ હતું કે, મારી સામે ખોટી રીતે ફરિયાદ દાખલ થઈ છે. આ પ્રકરણ અંગે વધુમાં જણાવ્યું હતું કે અગાઉના ભાગીદારો સાથે તેમને પાકા લખાણ કર્યા છે. ક્લબની સંપૂર્ણ જવાબદારીમાંથી તેઓ વર્ષ ૨૦૨૦ માં મુક્ત થયા હતા. ત્યારે મેમ્બરશીપ અંગે લોકોની જવાબદારી ક્લબના બીજા સંચાલકોએ લીધી હતી. મારી કોઈ કાયદાકીય જવાબદારી રહેતી નથી તેવું લખાણ કરાયું હતું. અગાઉ અલથાણ પોલીસમાં અરજી થઈ ત્યારે આ પુરાવા અગાઉ પોલીસ સ્ટેશનમાં રજૂ પણ કર્યા છે. તેમ છતાં કોઈ ગેરસમજ થી ફરિયાદ થઈ છે. હું ઉચ્ચ સ્તરે આ અંગે રજૂઆત કરીશ. અને પોલીસ તપાસમાં પણ સંપૂર્ણ સહકાર આપીશ. આજદિન સુધી આવા કોઈ આક્ષેપ મારી સામે થયા નથી. છતાં ગેરસમજથી આક્ષેપો કરવામાં આવ્યા છે. તેવું માનવું છે. ભવિષ્યમાં જે પણ પ્રમાણિત ખુલાસા કરવા પડશે તે અવશ્ય કરીશ અને આશા રાખું છું કે પહેલા પણ નિર્દોષ હતો અને હવે પણ નિર્દોષપણું પુરવાર કરી શકીશ.

SHARE

Related stories

Latest stories