HomecrimeChild Trafficking : પાલનપુરના મોટા ગામે થી છ માસ અગાઉ મળી આવેલ...

Child Trafficking : પાલનપુરના મોટા ગામે થી છ માસ અગાઉ મળી આવેલ શિશુ પાટણના ડોક્ટરે વેચાણ કર્યું હોવાની આશંકા

Date:

INDIA NEWS GUJARAT : પાટણમાં રહેતા એક દંપતિની સંતાન હોવાથી તેમને સાંતલપુરના કોરડા ગામે ડિગ્રી વગર ઘરમાં હોસ્પિટલ ખોલી પ્રેક્ટિસ કરતા એક ડોક્ટરે રૂ.1.20 લાખમાં બાળક વેચાતું આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતા આ બાળક પાલનપુર તાલુકાના મોટા ગામે ત્યજી દેવાયેલ અને અત્યારે પાલનપુરના શિશુ ગૃહમાં આશ્રય લઈ રહ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પાટણમાં રહેતા અને મેડીકલમાં નોકરી કરતા નીરવકુમાર સુનિલ મોદી નિ:સંતાન હોય એક દિવસ પાટણની નિષ્ક હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા વ્યક્તિનો સંપર્ક કરી કોરડાના નકલી ડોક્ટર સુરેશ પાંચાજી ઠાકોર પાસેથી 1.20 લાખમાં બાળક વેચાતું લીધું હતું.. ત્યારબાદ બાળકના માથામાં પાણી ભરાતા દંપતીએ બાળકને પાછું આપતા નકલી ડોકટરે આ બાળક હવે કોઈ ન લઈ જાય તેવું જણાવી થરાદ બાજુ અનાથ આશ્રમમાં મૂકવા જવું પડશે ત્યાં રૂપિયા આપવા પડશે તેમ કહી નકલી ડોકટર સુરેશ ઠાકોર બાળકને લઈ જતા રહ્યા હતા.

બાદમાં દંપતીએ આ બાળક ના આપેલા પૈસાની ઉઘરાણી કરતા રૂપિયા 30,000 આપ્યા હતા બાકીના રૂપિયા ન આપતા આ અંગે નિરવકુમાર સુનિલકુમાર મોદીએ કોરડાના નકલી ડોકટર સુરેશ પાંચાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ કેસમાં એક બાદ બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં તપાસમાં બહાર આવ્યું હતું કે આ બાળક પાલનપુર તાલુકાના મોટા ગામ નજીક ત્યજી દેવામાં આવ્યું હતું અને ગામ લોકોએ તે સમયે આ બાળકને શિશુ ગૃહમાં સોંપવામાં આવ્યું હતું જેથી શિશુ ગૃહ દ્વારા બાળકનું ઓપરેશન કરાવી સારવાર કરાવ્યા બાદ શિશુ ગૃહમાં આશ્રય લઈ રહ્યું છે ખરેખર આ જ બાળક છે કે બીજું તે તપાસ બાદ જાણવા મળશે.

Scandal in the bathroom: ઘરમાં એકલી છોકરીએ બાથરૂમમાં જઈને આચર્યું આ દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર મામલો – INDIA NEWS GUJARAT

પોલીસને વધુ તપાસ કરતા જાણવા મળ્યું પાટણ એ.સપી.એ બાળક તસ્કરીમાં જે રીતે બાળકને મોટા ગામ નજીક ત્યજી દેવામાં આવ્યું હતું.. તેવું નિવેદન આપ્યું તે જ આ જ બાળક હોવાની આશંકા ઉભી થઇ રહી છે,

Garuda Purana: મૃત્યુ પછી આત્માનું તેરમા દિવસનું ભોજન ખાવું એ શું મોટું પાપ છે? ભગવાન શ્રી કૃષ્ણએ ગરુડ પુરાણમાં આ વાત કહી છે – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories