HomecrimeChild Marriages : રાજ્યમાં બાળલગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસોને...

Child Marriages : રાજ્યમાં બાળલગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસોને રોકવા સરકારના કડક પગલાં

Date:

INDIA NEWS GUJARAT : રાજ્યમાં બાળલગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસોને રોકવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે .જનજાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવે છે.આથી આવા આંકડાઓ ઓછા થઈ રહ્યા હોવાના સરકાર દાવા કરે છે .પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓ બનાવવાના કેસ વધી રહ્યા છે.

માત્ર ધરમપુર અને કપરાડા તાલુકામાં સહિત વલસાડ જિલ્લા માં જ એક વર્ષમાં 1500 થી વધુ કુમળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે .માત્ર કપરાડા તાલુકામાં જ એક વર્ષમાં 907 જેટલી 15 થી 18 વર્ષની ઉંમરની માતાઓ બની હોવાનો સત્તાવાર રીતે આંકડા નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે શું છે.. આ કારણ..?? અને સમાજ કેટલો ચિંતિત છે.

વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો છે. જ્યાં સરકાર દ્વારા ગામે ગામ સુધી વિકાસ પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.

જોકે સામાજિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં ઓછી જાગૃતિ અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે અનેક સામાજિક દુષણનો પણ પ્રવર્તી રહ્યા છે. જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો પ્રશ્ન છે .આ સમાજની દીકરીઓ કુમળી વયે માતા બની રહેવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાના ચોકાવનારા આંકડા બહાર આવે છે.

એક વર્ષમાં વલસાડના કપરાડા તાલુકામાં 15 થી 18 વર્ષની બાળકીઓ માતા અને સગીરાઓ માતા બનવાના 907 કેસ સરકારી ચોપડે નોંધાયા છે .જોકે જિલ્લાના ધરમપુર અને ઉમરગામ સહિત અન્ય તાલુકાઓનો આંકડો મેળવીએ તો કુમળી ઉંમરે માતા બનાવવાનો આંકડો વલસાડ જિલ્લામાં 1500 થી પણ વધી જાય છે. ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેનો સ્વીકાર કરી રહ્યા છે.

Cash Found In Rajya Sabha : સાંસદ કાર્તિકેય શર્માએ રાજ્યસભામાં ‘નોટ કાંડ’ની ઘટનાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી, કહ્યું કે ‘તપાસ સામે કોઈને વાંધો ન હોવો જોઈએ’

કપરાડા તાલુકામાં કુમળીવયે માતા બનવાના સૌથી વધુ કેસ બહાર આવે છે. કપરાડામાં દર વર્ષે 7000 જેટલા પ્રસુતિના કે સરકારી ચોપડે નોંધાય છે તેમાંથી મોટેભાગે 15 થી 18 વર્ષની ઉંમરની સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓ નોંધાય છે. આમ ઓછી ઉંમરે બાળક થવાને કારણે બાળક કુપોષિત જન્મે છે. સાથે જ માતાના માટે પણ તે નુકસાનકારક છે. અને જોખમી પુરવાર થઈ શકે છે. આથી સરકારી તબીબો પણ આદિવાસી વિસ્તારની આ સામાજિક પરંપરા ને કારણે ઊભી થયેલી આ સમસ્યા અંગે સગર્ભાવને સમજાવી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ઓછી ઉંમરે લગ્ન કરવા અને માતા બનવુ એ યોગ્ય નથી . સરકાર દ્વારા બાળ લગ્ન પ્રતિબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરે છે. જિલ્લામાં બાળ લગ્ન પ્રતિબંધ વિભાગ બાળ લગ્ન થતા અટકાવે છે. જોકે જિલ્લાના આદિવાસી વિચાર એવા કપરાડા અને ધરમપુર તાલુકામાં આ વિસ્તારની સામાજિક પરંપરાઓને કારણે પરિવારની સંમતિથી છોકરા છોકરીઓ એક સાથે ઘરે રહેતા થાય છે. અને પરિણામે કુમળીવયે સગીરાઓ ગર્ભ ધારણ કરે છે .અને માતાઓ બને છે. જેને અટકાવવા માટે જિલ્લાના સંબંધીત વિભાગો પણ જનજાગૃતિ ઝુંબેશ ચલાવે છે. અને આંકડાઓ ઓછા થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે.

કપરાડા અને ધરમપુર સહિત વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઓછી ઉંમરે લગ્ન વિના લિવ ઇન રીલેશન સીપને કારણે બાળમતાઓ નું વતું પ્રમાણ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે. આથી સરકારની સાથે આદિવાસી સમાજ અને માતા-પિતા પણ આ બાબતે જાગૃત થાય. અને પોતાના સંતાનો પુખ્ત વયે લગ્ન કરે અને ત્યારબાદ પગભર થઈ સંતાનો અંગે વિચારે તે ખૂબ જરૂરી છે.

Champions Trophy 2025 meeting: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના નિર્ણયની રાહ ફરી વધી ગઈ છે. ICCની બેઠક સ્થગિત કરી દેવામાં આવી

SHARE

Related stories

Latest stories