HomecrimeBanaskantha: પોલીસની બાજનજર માટે વધુ 674 સીસીટીવી કેમેરા લગાવાશે - INDIA NEWS...

Banaskantha: પોલીસની બાજનજર માટે વધુ 674 સીસીટીવી કેમેરા લગાવાશે – INDIA NEWS GUJARAT

Date:

Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને જાળવણી તેમજ ટ્રાફિક નિયમોની જાળવણી માટે પાલનપુર તેમજ અંબાજીમાં કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત છે જેમાં વધુ 674 કેમેરા લગાવવા માટે પાલનપુર ત્રણ બત્તી વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાના હસ્તે ખાતમૂર્હત કરાયું હતું.

પાલનપુર અને અંબાજીમાં કુલ 201 સીસીટીવી કેમેરા કાર્યરત

સરકાર દ્વારા નેત્રમ અંતર્ગત તમામ જિલ્લાઓમાં પોલીસની નીગરાની માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. જેમાં અગાઉ પાલનપુરમાં 18 જગ્યા પર કુલ 147 તેમજ અંબાજીમાં 09 જગ્યા પર 54 એમ કુલ 27 જગ્યા પર 201 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ લગાવેલા કેમેરા માંથી પોલીસને અનેક ગુનાઓ શોધવામાં સફળતા મળી છે. તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇ જિલ્લામાં વધુ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Banaskantha: જિલ્લામાં વધુ 674 સીસીટીવી કેમેરા લગાવાશે

આમાં અંબાજીમાં 19 લોકેશન પર 84, પાલનપુરમાં 37 જગ્યા પર 170, ડીસામાં 40 જગ્યા પર 248, થરાદમાં 21 જગ્યા પર 133 તેમજ સાત ચેકપોસ્ટ પર 39 સીસીટીવી કેમેરા મળી કુલ 124 જગ્યા પર 674 નવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવનાર છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નાગરિકોની સુરક્ષા માટે પોલીસ વિભાગને CCTV નેટવર્કથી સુસજ્જ કરવાના સરકારના પ્રયાસથી હાલ જાહેમા બનતા ગુનાઓના ડિટેકશન માં નોંધપાત્ર વધારો થયો છે અને આવનાર સમયમાં ગુનેગારોના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે અને ગુનાખોરી પર અંકુશ કરવા માટે CCTV કેમેરા નું માધ્યમ ખૂબ ઉપયોગી થનાર હોય સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ સ્થાનક સ્વરાજની સંસ્થા અને નાગરિકો પોતે પણ CCTV ની મહતત્વતા સમજીને આવા પ્રયાસો કરે એ ખૂબ જરૂરી બન્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા

SHARE

Related stories

Tree Ganesha : દસ દિવસ લાંબુ પર્યાવરણ જાગૃતિ અભિયાન : INDIA NEWS GUJARAT

ટ્રી ગણેશા : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા ચલાવવામાં આવતું દસ...

International Luxury Brand Styliston : ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો : INDIA NEWS GUJARAT

ઈન્ટરનેશનલ લક્ઝરી બ્રાન્ડ સ્ટાઈલિટૉનો સુરતના વેસુ ખાતે શોરૂમ ખુલ્યો વેસુ...

Latest stories