HomecrimeATS: એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને મળી મોટી સફળતા, 5 પિસ્તોલ અને 29 જીવંત...

ATS: એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને મળી મોટી સફળતા, 5 પિસ્તોલ અને 29 જીવંત કારતુસ ઝબ્બે કર્યા – India News Gujarat

Date:

ATS: ગુજરાતમાં હથિયારો સાથે ગુનેગારો પોલીસના હાથે પકડાઈ રહ્યાં છે. બેખૌફ પણે હથિયારોની હેરાફેરી ચાલી રહી છે. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે ATS ને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે 5 જેટલા લોકોને ઝડપી પાડ્યા છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાંથી પકડાયા આરોપી

ગુજરાત ATS ને લોકસભા ચુંટણીમાં અરાજગતા ફેલાવવાના ઉદડેસ સાથે હથિર લઈને આવેલા લોકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.. ATS એ બાતમીના આધારે ઘાતક હથિયારો ની હેરાફેરી કરતી ગેંગ ઝડપી છે. આ ગુનેગાર અમદાવાદના નારોલ વિસ્તારમાંથી આરોપીઑ પકડાયા હતા. પૂર્વ બાતમીના આધારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વાડની ટીમ સ્થળ ઉપર ગોઠવાઈ ગઈ હતી અને આરોપીઓ ને પકડી સમાનની ઝડતી લેતા હથિયાર મળી આવ્યા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસે ૫ પિસ્તોલ અને ૨૯ જીવંત કારતુસ ઝબ્બે કર્યા હતા. સૂત્રોના અનુસાર લક્ઝરી બસનો ડ્રાઈવર, શિવમ ડામોર નામનો વ્યક્તિ હથિયારોની હેરાફેરી કરતો હતો. આ બસ ડ્રાઇવર શિવમએ છેલ્લા ૩ માસમાં ૨૦ હથીયારો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડ્યા હોવાની કબૂલાત કરી હતી.

ATS: મધ્યપ્રદેશથી લાવીને વધુ કિંમતમાં ગુજરાતમાં વેચતો

ત્યારબાદ શિવમના નિવેદનના આધારે એ.ટી.એસ એ સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી ખાતેથી ૪ શખ્સોને ૨૦ હથિયાર સહીત ૭૦ જીવંત કારતુસ સાથે ઝડપી પાડ્યા હતા. મુખ્ય સુત્રધાર શિવમ દ્વારા જનવવામાં આવ્યું હતું કે તે હથિયાર મધ્યપ્રદેશથી લાવીને વધુ કિંમતમાં ગુજરાતમાં વેચતો હતો પરંતુ ચૂંટણી હોવાના કારણે ઓછી માત્રામાં હથિયાર લાવતા હતા. છેલ્લા ૩ વર્ષથી હથીયારોનો વેપલો કરતા શિવમએ કોને કોને અને કેટલા હથિયાર ગુજરાતમાં ઘુસાડ્યા છે એ માટે તપાસ શરુ કરાઈ છે. અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધાઇ ચુક્યા છે. હથિયાર શા માટે લાવ્યા હતા? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ

તમે આ પણ વાંચી સકો છો :

JEE Main Result : જેઈઈ પરિણામમાં સુરતના બે વિદ્યાર્થી ઝળક્યા, એક વિદ્યાર્થીના માતાપિતા તો ખુલ્લી જગ્યામાં કપડા વેચી ગુજરાન ચલાવે છે !

SHARE

Related stories

Latest stories