Aquamagicaa: લોકસભા ચુંટણી ની સામે હવે અસંજીક તત્વો અને દેશ વિરોધી લોકો પણ સક્રિય થયા છે અને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથેજ એને સાથ આપનારા કેટલાક લોકો પણ સામે આવી રહ્યા છે આવોજ એક કિસ્સો સુરત માં સામે આવ્યો છે જેમાં પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી-શર્ટ બતાવી 8 યુવકોનો હોબાળો મચાવતા પોલીસ દોડતી થી હતી.
તોફાની તત્વોએ એકવામેજીકા વોટર પાર્ક બાનમાં લીધો
સુરતના પરવટ પાટિયા એક્વામેજીકા વોટર પાર્કમાં બે બદમાશો પૈકી એક બદમાશે પેલેસ્ટાઇનના ફલેગ જેવી ટી-શર્ટ હાથમાં પકડી ઊંચી કરી વેવપુલના સ્ટેજ પરથી લોકોને બતાવતો હતો સાથે ધાર્મિક નારા પર લગાડયા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે તેનો સાગરિતે મ્યુઝીક બંધ કરાવતો હતો. જેના કારણે આખું વાતાવરણ તંગદિલી થયું હતું. સિક્યુરિટી ઓફિસરે મેહુલ દેસાઈ સીસીટીવી કેમેરામાં આ ઘટનાને જોઈ તાત્કાલિક અન્ય સિક્યુરિટી ગાર્ડની સાથે ત્યાં દોડી આવ્યો હતો. આ પહેલા બે પૈકી એક બદમાશ ભાગી ગયો હતો. જયારે બીજો ગાર્ડના હાથે પકડાયો હતો. સ્ટાફે તેને આવું કરવા બાબતે પૂછપરછ કરતા હતા. એટલામાં વોટર પાર્કમાં તેના 8 થી 10 લોકો સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા.
Aquamagicaa: સિક્યુરિટી ઓફિસરને માથામાં ફાયરની ડોલ મારી
જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો અને તોફાની તત્વોએ સિક્યુરિટી ઓફિસરને ફાયરની ડોલ માથામાં મારી તેને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા. જેથી મેહુલ દેસાઈ અને અન્ય એક ગાર્ડને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે. ગાર્ડે 100 નંબર પર પોલીસને જાણ કરતાં પુણા પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. વોટર પાર્કમાં 3 હજારની આસપાસ લોકો હતા. પોલીસે વોટર પાર્કના સીસીટીવી કેમેરાના આધારે એક-એક તોફાની તત્વોને શોધી કાઢી પોલીસ સ્ટેશને લઈ આવી છે. લગભગ 15 થી વધુને પોલીસે ડિટેઇન કર્યા છે. બીજી તરફ પુણા પોલીસે સિક્યુરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે રાયોટિંગની કલમ સહિત વિવિધ કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે ધાર્મિક નારા બાબતે પુણા પીઆઈને પૂછતાં તેઓ આ વાતનો ઈનકાર કર્યો છે.
15 લોકોના ટોળાએ પોલીસ સ્ટેશનને માથે લીધું
આ મામલે ડિટેન કરાયેલા તોફાની તત્ત્વોએ પુણા પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ ઉભું કરાયા હોવાનું જાણવા મળ્યું છે. ડિટેઇન કરાયેલા તોફાન તત્વોને છોડવવા પુણા પોલીસ મથકે આવેલા 15 સગાસંબંધી માંથી કેટલાકે મોબાઇલમાં વીડિયો ઉતારતા બંને સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. હાલ લોકસભા ની ચુંટણી નો માહોલ હોય અસામાજિક પ્રવૃતિ સાથે સરકાર વિરોધી ગતિવિધ સાથે સંકળાયેલા લોકો દ્વારા અવાર નવાર હિન કૃત્ય કરી વાતાવરણ ખારબ કરવાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા વધુ સાવધાની રાખવા ની જરૂરત હાલના સમયમાં દેખાઈ રહી છે.