ગુજરાત બાદ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લદાયો નાઈટ કફર્યૂ
રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કફર્યૂ લગાવવાંમાં આવ્યો. આ શહેરોમાં રાજસ્થાનના પાટનગર જયપુર સહિત અજેમર, ભીલવાડા, જોધપુર, કોટા, ઉદયપુર, સાગવાડા અને કુશલગઢ સામેલ છે. અને યાત્રિકોનો RTPCRનો રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. કોરોનાએ દેશમાં ફરી પગ પેસારો કર્યો છે. 22 માર્ચથી આ નિયમ લાગુ થશે. રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કફર્યૂ રહેશે. આ દરમિયાન ઈમરજન્સી સેવાઓને છોડીને અન્ય તમામ સેવાઓ બંધ રહેશે.
રાજસ્થાનમાં અશોક ગહેલોતે લીધો મોટો નિર્ણય
રાજસ્થાનમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં થયેલી કોરોના કોર ગ્રુપની બેઠકમાં પ્રતિબંધ લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંક્રમણને રોકવા માટે રાજ્યના તમામ શહેરોમાં રાત્રે 10 વાગ્યાથી બજાર બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યાં છે. તો બીજી બાજુ 25 માર્ચથી રાજસ્થાનમાં બહારથી આવતા તમામ યાત્રિકો માટે 72 કલાકની અંદર RTPCR રિપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. જે યાત્રિ નેગેટિવ રિપોર્ટ વગર આવશે તેઓએ 15 દિવસ કોરોન્ટિન રહેવું પડેશે. એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર યાત્રિકોની તપાસ કરવામાં આવશે.