HomeCorona UpdateVibrant Gujarat Global Summit-2022 Postponed: આખરે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 મોકૂફ India...

Vibrant Gujarat Global Summit-2022 Postponed: આખરે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 મોકૂફ India News Gujarat

Date:

રાજ્યમાં વધતા કોરોનાના કેસને જોતા સરકારનો નિર્ણય India News Gujarat

ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગાંધીનગરઃ રાજ્યમાં નવા વર્ષની શરૂઆત સાથે જ કોરોનાના કેસમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે. અને તેને ધ્યાનમાં રાખીને 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. છેલ્લા બે મહિનાથી આ સમિટ માટે સરકાર દ્વારા તૈયારીઓ ચાલી રહી હતી. Vibrant Gujarat Global Summit-2022 Postponed

વડાપ્રધાન સાથે ચર્ચા બાદ લેવાયો નિર્ણય India News Gujarat

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુરૂવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની થયેલી વીડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં આ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવા અંગે ચર્ચા કરાઈ હતી. વડાપ્રધાન સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીએ બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. Vibrant Gujarat Global Summit-2022 Postponed

સંક્રમણ વધુ ન ફેલાય એ માટે નાગરિકોના હિતમાં નિર્ણય India News Gujarat

કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ રાજ્યમાં વધુ ન ફેલાય તેની સંપૂર્ણ તકેદારી રાખીને અને આ મહામારીનું સંક્રમણ વધે નહીં તેવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ આ બધી જ બાબતોને લક્ષમાં લેતાં રાજ્યના સૌ નાગરિકોના વિશાળ હિતમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. Vibrant Gujarat Global Summit-2022 Postponed

ગુજરાત વૈશ્વિક મોડેલઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ India News Gujarat

મુ્ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટના આયોજન માટે સતત માર્ગદર્શન અને પ્રેરણા આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, વડાપ્રધાન હરહંમેશ માનવજાતના કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારીના હિત ચિંતક રહ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત વિકાસનું વૈશ્વિક મોડેલ છે અને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વિશ્વભરના મૂડી રોકાણકારો, ઉદ્યોગકારો, નિવેશકો માટે એક સક્ષમ પ્લેટફોર્મ બની રહી છે. Vibrant Gujarat Global Summit-2022 Postponed

વિશ્વના વિવિધ દેશોના વડાઓ રહેવાના હતા ઉપસ્થિત India News Gujarat

આ સમિટમાં વિવિધ દેશોના વડાઓ, મહાનુભાવો, ઉચ્ચસ્તરિય પ્રતિનિધિ મંડળો તેમજ દેશભરના વેપાર-ઉદ્યોગ જગતના સંચાલકોએ સહભાગિતા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. આ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યને વિશ્વ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ પાર કરાવે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકારે તેનું સમયબદ્ધ આયોજન કર્યું હતું. Vibrant Gujarat Global Summit-2022 Postponed

ભવિષ્યમાં પાર્ટનર કન્ટ્રીનો સહકાર મળશે એવી અપેક્ષાઃ મુખ્યમંત્રી India News Gujarat

આ સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા રાષ્ટ્રો તથા સમિટમાં આવનારા મહાનુભાવો, ડેલિગેશન પ્રત્યે મુખ્યમંત્રીએ આભારની લાગણી વ્યક્ત કરી છે અને તેમના તરફથી આવો જ ઉમળકાભર્યો પ્રતિસાદ ભવિષ્યમાં પણ મળશે તેવી અપેક્ષા દર્શાવી છે. Vibrant Gujarat Global Summit-2022 Postponed

આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા સઘન રસીકરણ, ટ્રેસિંગ અને ટ્રેકિંગના પગલે સ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં છે અને ગઈકાલે રાજ્યમાં કોરોના દરદીઓનો સાજા થવાનો રિવકરી રેટ 97.48 ટકા જેટલો થયો છે. Vibrant Gujarat Global Summit-2022 Postponed

કોરોના સંક્રમણ સાથે નવો વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળ્યા છે અને તેના રોગીઓની સારવાર, આઈસોલેશન વગેરે માટે રાજ્યનું સમગ્ર વહિવટીતંત્ર પૂર્ણ તકેદારી રાખી રહ્યું છે. વિશ્વભરમાં આ મહામારીના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને વિવિધ રાષ્ટ્રોમાં પણ સંક્રમણ વધ્યું છે. Vibrant Gujarat Global Summit-2022 Postponed

આ પણ વાંચોઃ Congress on Security of Narendra Modi in Firozpur: PMની સુરક્ષા ખામી અંગે ભાજપના હુમલા પર કોંગ્રેસનો પલટવાર India News Gujarat

આ પણ વાંચોઃ PM’s Security Lapse मामला पहुंचा सुप्रीम कोर्ट, कल होगी सुनवाई

SHARE

Related stories

Latest stories