કોરોનાએ આખા વિશ્વને હચમચાવી દીધું છે.વિશ્વમાં જો અત્યારે વાત થાય છે તો તે છે, કોરોના વાયરસના કેસની.આ કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે..જેના કારણે વધુ ચિંતાનો વિષય બન્યો છે.આ જ ચિંતાના કારણે કેટલાક લોકોની માનસિકતા પર અસર પડે છે.કોરોનાના કારણે સરકારે લોકડાઉનનો નિર્ણય લીધો હતો.કોરોનાના સંક્રમણની ચેઈનને તોડવા માટે સરકારે લોકડાઉન તો લગાવ્યું પરંતુ તેની ક્યાંક હકારાત્મક તો ક્યાંક નકારાત્મક અસર પડી છે.ત્યારે લોકડાઉનમાં કેવી પરિસ્થિતિ આવી? લોકડાઉનમાં લોકોની હાલત કેવી થઈ ? તેના પર ચર્ચા કરવામાં આવી છે..આ ચર્ચા ASTROLOGER અને STRESS ENERGY MANAGEMENT ના નિષ્ણાંત ડોક્ટર આશિષ જોડે કરી હતી.. કોરોનાના કહેરની વચ્ચે લોકડાઉન આવ્યું ત્યારે લોકોના માનસપટ પર અસર પડી છે.જેથી તણાવ મુક્ત થવા માટે માહિતી અને માર્ગદર્શન આપી લોકોને સંયમ રાખવાની અપીલ કરી છે..