ઓમિક્રોન આખરે આવી જ ગયો – Omicron in Surat
Omicron in Surat છેલ્લા કેટલાક સમયથી ઓમિક્રોન શબ્દ જે રીતે લોકોમાં ઘર કરી ગયો છે તેવો ગજગ્રાહ તો ખુદ કોરોનાએ પણ નહતો મચાવ્યો. ગુજરાતમાં રાજ્યમાં આગામી દિવસોમાં રાજ્ય સરકારે આપેલી છૂટછાટો જોખમકારક સાબિત ન થાય તો નવાઈ નહીં. કારણ કે ઓમિક્રોન વેરિયન્ટનો 1 કેસ સુરતમાં નોંધાયો છે. અગાઉ જામનગરમાં ઓમિક્રોનના ત્રણ કેસ મળી ચૂક્યા છે. ત્યારે સુરતમાં વધુ એક કેસ મળી આવ્યો છે. આમ રાજ્યમાં હવે ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીની સંખ્યા ચાર પહોંચી છે. જો હજી પણ તકેદારી ન રાખી તો હાલત બદથી બદતર બનતા વાર નહી લાગે. Omicron in Surat
હવે તો યુકે બન્યું નિમીત્ત Omicron in Surat
હવે આ કિસ્સો કઈક વિચીત્ર પણ લાગી રહ્યો છે. તેના પર વાત કરીએ પણ સૌથી મોટી અને ચિંતાજનક બાબત એ છે કે, સુરતમાં એક સપ્તાહ પહેલા યુકેથી આવેલા પ્રવાસીને પરત આવ્યા બાદ ત્રીજીવાર કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ઓમિક્રોન વેરિયેન્ટ હોવાનું સામે આવ્યું છે. અગાઉના પ્રવાસી ભારત પરત ફરતાં સમયે દિલ્હીમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી નેગેટિવ આવ્યો હતો. જેમાં અમદાવાદમાં પણ તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ત્યાં પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે કે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ તેના માપદંડોને લઈ પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
પરિવારજનોના રિપોર્ટ નેગેટિવ આવ્યો.
સુરત કોર્પોરેશનના આસિસ્ટન્ટ હેલ્થ કમિશનરે શું કહ્યું ? – Omicron in Surat
કેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે આ વાયરસ અને કેટલો ચેપી છે તેના વિશે સુરત કોર્પોરેશનના આસિસ્ટન્ટ હેલ્થ કમિશનર ડૉ આશિષ નાયકે જણાવ્યું હતું કે, યુકેથી પરત આવેલા 42 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીનોમ સિક્વન્સિંગ કરાવતા ઓમિક્રોન વેરિયન્ટ હોવાનું માલુમ પડ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેના પરિવારના લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. પરિવારના લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વરાછાનો યુવક પોઝિટિવ આવ્યા બાદ તેને યુનિટી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર જળવાઈ રહી છે. Omicron in Surat