HomeCorona Updateદેશમાં omicron વાયરસનો ખતરો યથાવત

દેશમાં omicron વાયરસનો ખતરો યથાવત

Date:

 

 

દેશમાં હાલ કોરોનાના omicronને ચિંતા વધારી 

ગુજરાત, દેશમાં ઓમિક્રોન વાયરસથી સંક્રમિત કેસનો આંકડો 23 થઇ ગયો છે. તો બીજી તરફ રાજ્યમાં જામનગર જિલ્લામાંથી પણ પ્રથમ omicronનો કેસ નોધાયો છે. તેના જ પરિવારના 2 મહિલા સભ્યોનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. omicron વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.

જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય વૃદ્ધ  આફ્રિકાથી પરત ફર્યાં હતા. જેનો કોરોના રિપોર્ટ કરતા પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.જે પોઝિટિવિ આવતાં ગુજરાતમાં પ્રથમ ઓમિક્રોનનો કેસની પુષ્ટી થઇ હતી.

આ વેરિયન્ટ પોતાનો હાહાકાર અટકાવે છે કે કેમ તે જોવું રહ્યું

ક્યાં સુધી આ કેસ નેગેટિવ થઈ આંકડાઓ શુન્ય તરફ ફરી વળે છે. આપણે જોઈ ચુક્યા છે કે કોરોનાની રસી માટે  પણ લોકો લાંબા સમય સુધી કન્ફ્યુઝનની સ્થિતીમાં જોવા મળ્યા હતા ત્યારબાદ સરકારની અનેક પ્રકારની કોશિશ બાદ ધીરે ધીરે લોકો રસી લેવા માટે તૈયાર થયા હતા.

ત્યારબાદ જ્યારે બીજા ડોઝને લેવાનો સમય આવ્યો ત્યારે લોકોએ કોરોનાનો પ્રતાપ જાણે ઓછો થઈ ગયો હોય તેમ માની તેમાં ઢિલાશ દાખવી અને હવે જ્યારે આપણે જોઈ રહ્યા છે કે ધીરે ધીરે આ વા વેરિયન્ટ ઓમિક્રોને ચિંતા વધારી છે તેયારે લોકો સામે આવી બીજા ડોઝને પુરો કરવા માટે મથી રહ્યા છે.

આ તમામની વચ્ચે જે ત્રીજા વેવનો ડર અને ડાઉટ હતો તે સ્પષ્ટપણે લોકો હવે માની રહ્યા છે . ગુજરાતમાં અચાનક omicronની એન્ટ્રી એ એક વોર્નિંગ બેલ છે કારણકે ગત વર્ષે પણ આ જ રીતે નવરાત્રી-દિવાળી બાદ કેસ વધ્યા હતા અને કોરોનાની બીજી વેવએ દસ્તક દીધી હતી.

ઈતિહાસનું પુનરાવર્તન ન થાય એ એક મોટી જવાબદારી

omicronને કેવી રીતે લોકો અને આરોગ્ય તંત્ર ભેગા મળી અટકાવી શકે છે. સો વાતની એક વાત સ્પષ્ટ છે કે સમય હવે ઓછો છે જે રીતે બે દિવસ અગાઉ 45 અને ગત રાત્રીએ 48 અને આજે 38 નવા કેસ આવ્યા છે. જો કે નિષ્ણાતોના અલગ અલગ મત પણ લોકો માટે શું કરવું અને શું ન કરવું વચ્ચેનો ઘાટ સર્જી દીધો છે.

‘ચેતતો નર સદા સુખી’

પણ કહેવાય છે ને કે ‘ચેતતો નર સદા સુખી’ . આ કહેવત ને જે સમજી ગયો તે બચી ગયો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈશેસન પણ હવે કોઈ પણ જાતનું રિસ્ક નથી લેવા માંગતુ. જો કે મહારાષ્ટ્રમા આ નવા વેરિયન્ટના આંકડાઓ જે રીતે વધતા જતા જોવા મળી રહ્યા છે તે એક ચિંતાનો વિષય બનતો જતો જોવા મળી રહ્યો છે.

 

કોરોનાની ઝડપ વધી, તંત્ર એલર્ટ

 

SHARE

Related stories

Latest stories