HomeCorona Update15થી 18 વર્ષીય લોકોને Vaccine આપવા ગુજરાત તૈયાર

15થી 18 વર્ષીય લોકોને Vaccine આપવા ગુજરાત તૈયાર

Date:

PM નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ તૈયારીઓ શરૂ

ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ શનિવારે રાત્રે 9.45 વાગ્યે 15થી 18 વર્ષીય બાળકોની Vaccineની પ્રક્રિયાની જાહેરાત બાદ દેશના તમામ રાજ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડાપ્રધાન મોદીએ 3 જાન્યુઆરીથી આ બાળકોને Vaccine આપવાની કાર્યવાહી શરૂ કરાશે એવું જણાવ્યું હતું. વડાપ્રધાનની આ જાહેરાત બાદ દેશભરના વાલીઓમાં ચાલી રહેલા સવાલોનો જવાબ મળી ગયો હતો. ગુજરાત સરકારે પણ આ અંગે તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. અને મંગળવારે સાંજ સુધીમાં તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવું સૂત્રોએ જણાવ્યું હતું. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે દેશના તમામ રાજ્યોના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજાવાની છે. આ બેઠકમાં બાળકોને Vaccine આપવાની પ્રક્રિયા કેવા પ્રકારની રહેશે એ અંગે ચર્ચા વિચારણા કરીને તેને આખરી ઓપ આપવામાં આવશે. – Vaccine

રાજ્યના 35 લાખ જેટલા ટીન એજર્સને અપાશે રસીઃ મનોજ અગ્રવાલ

રાજ્યના આરોગ્ય વિભાગના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં લગભગ 35 લાખ જેટલા આ વયમર્યાદાના બાળકો છે. અને તે તમામને અગાઉ જે પ્રકારે વેક્સિનેશનની પ્રક્રિયા હતી તે પ્રમાણે જ રાખવામાં આવે એવી શક્યતાઓ રહેલી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2003થી વર્ષ 2006 દરમિયાનમાં જન્મેલા બાળકોની સંખ્યા એકંદરે 35 લાખ જેટલી છે. જે તમામ કોરોના વિરોધી રસીની પાત્રતા ધરાવે છે. અને આ તમામને CoWin એપ મારફતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે અને તેના આધારે તેમને ફાળવેલા સમય અને તારીખ પ્રમાણે વેકિસનનો પહેલો ડોઝ આપવામાં આવશે. જોકે આ અંગેનો નિર્ણય મંગળવારે સાંજ સુધીમાં લેવાશે.

વયસ્ક લોકોની રસીકરણની પ્રક્રિયા સફળઃ અગ્રવાલ

રાજ્યના આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે ITV નેટવર્ક સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ 2021માં 16મી જાન્યુઆરીથી જે પ્રકારે કેન્દ્ર સરકારની સૂચના અને નિર્દેશો અનુસાર પુખ્ત લોકોની વેક્સિનેશનની પ્રક્રિયા કરવામાં આવી હતી તે સફળતાપૂર્વક પાર પડી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રવિવાર સાંજ સુધીમાં રાજ્યમાં કુલ 8,81,96,230 પુખ્ત વયના લોકોનું રસીકરણ થયું છે. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના મહામારીમાં રિકવરી રેટ 98.67 ટકા થયો છે જે એક સારી વાત છે. આ ઉપરાંત રવિવારે કોરોનાના 177 પોઝિટિવ કેસ નોંધાયા તેની સામે 66 દર્દીઓ સાજા થયા છે.

એક્ટિવ કેસની સંખ્યા ઘટી

તેમણે વધુમાં કહ્યું કે, અન્ય રાજ્યોની સરખામણીમાં રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘણી ઓછી છે. એક અંદાજ મુબજ રવિવાર સાંજ સુધીમાં ગુજરાતાં એક્ટિવ કેસ માત્ર 948 જ નોંધાયા છે. અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના કેસ અંગે પણ રાજ્ય સરકાર ચિંતિત છે અને એ માટે રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં એ માટે સુચારુ આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ 49 કેસ અત્યારસુધીમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 13 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે અને હાલ માત્ર 36 દર્દીઓ જ સારવાર હેઠળ હોવાનું પણ અગ્રવાલે જણાવ્યું હતું.

SHARE

Related stories

Latest stories