Foods To Avoid in Dengue: ડેન્ગ્યુના દર્દીએ આ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, નહીં તો થઈ જશો હેરાન-India News Gujarat
- Foods To Avoid in Dengue:ખોરકમાં બેદરકારી રાખશો તો તમે હેરાન થઈ શકો છો. જાણો ડેન્ગ્યુ થયો હોય તે દરમિયાન કયા ખોરાકથી દૂર રહેવું જોઈએ.બદલાતી સિઝનમાં ડેન્ગ્યુનું જોખમ સામાન્ય રીતે વધી જાય છે.
- આ રોગ મચ્છર કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુથી તાવ, સાંધાનો દુખાવો, માથાનો દુખાવો, થાક, ઉલ્ટી અને સ્કિન પર ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થાય છે.
- આવી પરિસ્થિતિમાં ખોરાકનું વધુ ધ્યાન રાખવાની જરૂર છે. અહીં જાણો ડેન્ગ્યુમાં કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ
ફ્રાઈડ ફુડ –
- Dengue દર્દીઓએ ઓયલી અને ફ્રાઈડ ફુડનું સેવન ન કરવું જોઈએ.
- આ ખોરાક બ્લડ પ્રેશરનું લેવલ વધારે છે. તેઓ કોલેસ્ટ્રોલ વધારે છે.
- આ દરમિયાન માત્ર હળવો ખોરાક લેવો જોઈએ
કેફીન –
- ડેન્ગ્યુના દર્દીઓએ કેફીનયુક્ત પીણાંથી દૂર રહેવું જોઈએ. આનાથી વ્યક્તિ થાક અનુભવે છે.
- હૃદયના ધબકારા વધવા લાગે છે. માંસપેશીઓની તકલીફ શરૂ થાય છે.
- આવી પરિસ્થિતિમાં પપૈયાના પાનના રસનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
નોન-વેજ –
- ડેન્ગ્યુના દર્દીઓએ નોન-વેજ ન ખાવું જોઈએ. તેને પચાવવું ખૂબ મુશ્કેલ છે.
- આનાથી દર્દીને ઘણી મુશ્કેલી સહન કરવી પડે છે.
- પાચન સંબંધી સમસ્યા પણ થઈ શકે છે. તેથી નોન-વેજ ન ખાવું જોઈએ.
મસાલેદાર ખોરાક –
- ડેન્ગ્યુના દર્દીએ મસાલેદાર ખોરાક પણ ન ખાવો જોઈએ. તેના સેવનથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે.
- જેના કારણે પેટમાં એસિડ જમા થાય છે. તેનાથી અલ્સરની સમસ્યા થઈ શકે છે.
- તેથી મસાલેદાર ખોરાકથી દૂર રહેવું જોઈએ.
તમે આ પણ વાંચી શકો છો-
Dengue:બાળકને ડેન્ગ્યુ થાય તો શું કરવું ? નિષ્ણાતો પાસેથી જવાબ જાણો
તમે આ પણ વાંચી શકો છો-