કોરોનાના કારણે દરેક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.ત્યારે આ કહેરમાં પણ દેશની સેવા માટે અનેક લોકોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ડ્યૂટી પર કાર્યરત હતા.આ કહેરમાં સૌથી વધુ ડોક્ટરની હાલત વધારે ખરાબ થઈ હતી.કારણ કે, તેમના જ માથે સૌથી વધુ કામનો ભાર હતો.સફાઈ કર્મચારીઓને પણ પોતાના પરિવારથી દૂર જઈને કામ કરવું પડતું હતું.લોકોને પળેપળની માહિતી મળે તે માટે મિડીયાકર્મીઓ પણ આ સમયમાં બહાર નીકળીને કામ કરતા રહેતા હતા.24 કલાક કિલ્લાબંધી કરીને પહેરો રાખીને પોલીસ પણ ઠેરઠેર લોકો માટે ઉભી રહેતી હતી.ત્યારે આ બધા જ કોરોના વોરિયર્સના મનમાં અનેક સવાલો ઉભા થતા હોય છે. તેમની પરિસ્થિતિ આ સમયે કેવી હશે? તેમના મન પર આ કહેરના કારણે શું અસર પડે છે? ત્યારે કોરોના વોરિયર્સ વિશે ચર્ચા કરવામાં આવી હતી.આ ચર્ચા ASTROLOGER અને STRESS ENERGY MANAGEMENT ના નિષ્ણાંત ડોક્ટર આશિષ જોડે કરી હતી.કોરોનાના કહેરની વચ્ચે પણ કેવી રીતે તણાવ મુક્ત રહી શકાય છે તેના ઉપાયની માહિતી લોકોને આપી હતી.