ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કોરોના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૯૬ પોઝીટીવ કેસ નોધાયા અને રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૧૩૬૬૯ ઉપર પહોચ્યો છે. આજે કુલ ૨૯ લોકોના મોત થયા છે. તેમજ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક ૮૨૯ ઉપર પહોચ્યો છે. આજે ૨૮૯ લોકોને સ્વસ્થ થતા હોસ્પીટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે સાથે અત્યાર સુધીમાં ૬૧૬૯ લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
Related stories
Latest stories