HomeCorona Updateપશ્ચિમ બંગાળમાં અંફાન વાવાઝોડાના કારણે એક લાખ કરોડનું નુકશાન

પશ્ચિમ બંગાળમાં અંફાન વાવાઝોડાના કારણે એક લાખ કરોડનું નુકશાન

Date:

પશ્ચિમ બંગાળમાં હાલ અંફાન વાવાઝોડાના કારણે ધારણા કરતા વધારે નુકશાન થયું છે…પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વડાપ્રધાનને અપીલ કરતા કહ્યું કે મેં આજ સુધી આવી બરબાદી નથી જોઈ..અત્યારે સુધીમાં બંગાળમાં 76 લોકોના મોત થઈ ચુક્યા છે… વાવાઝોડાના કારણે રાજ્યને એક લાખ કરોડનું નુકસાન થયું છે. સાઉથ 24 પરગણા જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે… અહીં તાજેતરમાં જ બનાવેલી ઘણી બિલ્ડિંગો બરબાદ થઈ ગઈ છે… કોલકાતા સહિત અન્ય વિસ્તારોમાં પણ વીજળી અને કેબલના થાંભળાઓ સહિત ટેલિફોન અને ઈન્ટરનેટ લાઈનોને પણ નુકસાન થયું છે… 1200થી વધારે મોબાઈલ ટાવર ખરાબ થઈ ગયા છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્ક ઠપ થઈ ગયું છે…મહત્વનું છે કે અમ્ફાન બંગાળમાં 283 વર્ષનું સૌથી તાકાતવર વાવાઝોડું છે. 1737માં ગ્રેટ બંગાલ સાઈક્લોનમાં 3 લાખ લોકોના મોત થયા હતા. બીજી બાજુ ઓરિસ્સામાં 1999માં સુપર સાઈક્લોન આવ્યું હતું. જેમાં 10 હજાર લોકોના મોત થયા હતા.

SHARE

Related stories

Latest stories