HomeCorona Updateદેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 3.38 લાખને પાર,સતત પાંચમાં દિવસે 11000થી વધુ કેસ...

દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 3.38 લાખને પાર,સતત પાંચમાં દિવસે 11000થી વધુ કેસ નોંધાયા

Date:

દેશમાં કોરોનાના દર્દીની સંખ્ય વધવાની સાથે તંદુરસ્ત થતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. જૂન મહિનામાં પહેલી વખત સોમવારે 10 હજારથી વધારે દર્દી તંદુરસ્ત થઈ ઘરે પરત ફર્યા હતા. આ અગાઉ 13 જૂનના રોજ 8092 સંક્રમિત હોસ્પિટલમાંથી રજા મળી હતી. બીજી બાજુ તમિલનાડુ સરકારે રાજધાની ચેન્નાઈ ઉપરાંત તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં ટોટલ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. આ શહેરોમાં 19થી 30 જૂન સુધી લોકડાઉન રહેશે. રાજ્યમાં સંક્રમણના અત્યાર સુધીમાં 44,661 કેસ સામે આવ્યા છે. તેમાંથી એકલા 70 ટકા કેસ ચેન્નાઈથી છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં આજે 2,786 દર્દી મળ્યા. જ્યારે 178 દર્દીનું મોત થયું. દેશમાં આજે કુલ મૃત્યું આંક 9,914 થયો છે. સોમવારે 395 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક 4 હજારને પાર થયો હતો.દેશમાં કોરોના વાઈરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, જો કે રિકવરીના રેટમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 7,419 કોરોના પોઝિટિવ દર્દીને સારું થયું છે. િરકવરી રેટ વધીને 51.08 ટકા થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 69 હજાર 797 દર્દીને સારું થયું છે. એટલે કે અડધાથી વધારે કોરોના સંક્રમિતોને સારું થઈ ગયું છે અને તેઓ ઘરે પરત ફર્યા છે.દેશમાં ટેસ્ટિંગ ક્ષમતા વધારવામાં આવી રહી છે. હવે 653 સરકારી અને 248 પ્રાઈવેટ લેબ્સમાં ટેસ્ટ થઈ રહ્યા છે. દેશમાં 15 દિવસ અગાઉ દરરોજ 1.25 લાખ ટેસ્ટ થતા હતા, જે હવે વધીને 1.50 લાખ ટેસ્ટ થયા છે. મેના છેલ્લા સપ્તાહમાં દરરોજ સવા લાખ લોકોના ટેસ્ટ કરાતા હતા. જૂનના પહેલા સપ્તાહમાં ટેસ્ટની સંખ્યા વધીને 1.40 લાખ થઈ હતી. તમિલનાડુના ચાર જિલ્લા ચૈન્નાઈ, તિરુવલ્લુવર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુમાં 19થી30 જૂન સુધી લોકડાઉન લાગુ કરાયું છે. દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોની સંખ્યા 3 લાખ 38 હજાર 639 થઈ ગઈ છે.

SHARE

Related stories

Latest stories