ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ કોરોના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૬૩ પોઝીટીવ કેસ નોધાયા અને રાજ્યમાં કોરોનાનો કુલ આંક ૧૩૨૭૩ ઉપર પહોચ્યો છે. આજે કુલ ૨૯ લોકોના મોત થયા છે. તેમજ સાથે રાજ્યનો અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક ૮૦૨ ઉપર પહોચ્યો છે. આજે ૩૯૨ લોકો ને સ્વસ્થ થતા હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જે સાથે અત્યાર સુધીમાં ૫૮૮૦ લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
https://www.facebook.com/gujaratinformation.official/videos/286545749051445/