ગુજારાતમાં કોરોનાએ રફ્તાર પકડી, 1565 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો. છેલ્લા ૨૪ કલાકમાં1565 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં ૧૧૧ દિવસ બાદ કોરોનાના ૧૫૦૦ની વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં 6737 એક્ટિવ કેસ છે જ્યારે 69 દર્દી વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાં મળ્યાં. સુરતમાં એક જ દિવસમાં 484 નવાં કેસ સામે આવ્યા હતા. સુરતમાં એક જ દિવસમાં નોંધાયેલા કોરોનાના આ સૌથી વધું કેસ છે. અમદાવાદમાં પણ કોરોનાનો વિસ્ફોટ થયો છે, અને છેલ્લાં ૨૪ કલાકમાં રેકોર્ડ બ્રેક 406 નવાં કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ અને સુરતમાં ૨ લોકોના મોત થયાં છે. જ્યારે વડોદરા અને રાજકોટમાંથી ૧-૧ કોરોનાને કારણે મૃત્યુ થયા હતા.
કોરોના બેકાબૂ, સાવચેતી જરૂરી
ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણીને કારણે સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મેચના કારણે કોરોનાનો રાફડો ફાટ્યો છે. જો લોકો બેદરકારી દાખવશે તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોનાના કેસમાં ધરખમ વધારો થશે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ કોરોનાના નવાં કેસ નોંધાયા છે. ઉપરાંત વડોદરામાં કોરોનાના 151 કેસ મળ્યાં. જ્યારે રાજકોટ શહેરમાં 152 નવાં કેસ સામે આવ્યા છે. રાજ્યમાં જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૩૫ કેસ ભાવનગરમાં નોંધાયા, ગાંધીનગરમાં ૩૩ અને જામનગરમાં ૩૨ કેસ મળ્યાં. રાજ્યમાં 24 કલાકમાં અનુક્રમે ૨૯ સાથે મહેસાણા, ૨૭ સાથે ખેડા, ૨૪ સાથે પંચમહાલ, ૧૯ સાથે દાહોદ, ૧૮ સાથે નર્મદા, ૧૬ સાથે કચ્છ-સાબરકાંઠા, ૧૪ સાથે ભરૂચ-મહીસાગર, ૧૩ સાથે જુનાગઢ, ૧૨ સાથે આણંદ, ૧૧ સાથે બનાસકાંઠા-મોરબી-પાટણમાં કોરોનાના કેસ મળ્યાં