દેશમાં લોકડાઉનને એક વર્ષ પૂર્ણ
ગયાં વર્ષે કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો. આજથી એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. દેશવાસીઓને તેમના ઘરમાં બંધ રહેવા જણાવવામાં આવ્યુ હતું. આ સાથે, લોકોને માસ્ક પહેરવા, શારીરિક અંતરને અનુસરીને, હાથ સાફ રાખવાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ટ્રાયલ સફળ રહી હતી અને કોરોનાના આંકડા વધતા 25 માર્ચથી દેશમાં લોકડાઉન શરૂ થયું હતું. તેમ છતાં કોરોનાના કેસો વધતાં રહ્યા હતા. એકથી બીજા,ત્રીજાથી બીજા અને ત્રીજાથી ચોથા લોકડાઉન પછી અનલોકનો રાઉન્ડ શરૂ થયો હતો. જ્યારે ઓક્ટોબર આવ્યું, ત્યારે કહેવામાં આવ્યું, હવે જો હવામાન બદલાવાનું શરૂ થશે તો આ આંકડા વધશે, પણ ઉલટું થયું. કોરોના કેસ ઘટવા લાગ્યા હતા.
હવે દેશમાં ફરી એકવાર કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે ફરીથી લોકડાઉન લાગી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કોરોનાના વધતાં કેસોને કારણે દેશના કેટલાંક રાજ્યોમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ રસીકરણની પ્રક્રિયા પણ પુરજોશમાં ચાલી રહી છે. કોરોનાની રસી આવ્યાં બાદ લોકો કોરોના વિરુદ્ધ ચાલી રહેલી જંગને હળવી માનવા લાગ્યા હતા. લોકોને હતું કે હવે કોરોના વેક્સિન આવી તો કોરોનાનો તેમને કોઈ ખતરો નથી. સરકારનુ કહેવું છે કે લોકોની બેજવાબદારીને કારણે ફરીથી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોનાના તાકાતવર થવા પાછળ કેટલાક કારણો છે. હવે લોકો કોરોનાની ગાઈડલાઈન્સને અનુસરતા નથી તેમજ માસ્ત સોશ્યલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝરના ઉપયોગને ગંભીરતાથી નથી લઈ રહ્યાં. જેને કારણે કોરોના ફરી વકર્યો છે.