રાજ્યમાં કોરોનાને કારણે ફરી એકવાર પરિસ્થિતિ બગડી રહી છે. ત્યારે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. જેમાં 8 મહાનગરોમાં સ્કૂલ-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. અને 10 એપ્રિલ સુધી આ આદેશનું પાલન કરવામાં આવશે.
પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણકાર્ય બંધ રહેશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો. ઉપરાંત 19મી માર્ચ-2021થી શરૂ થનારી કોલેજોની પરીક્ષા મોકૂફ રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી
મુખ્યમંત્રી રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણને કારણે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં શિક્ષણ જગત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયો અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, 8 મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં તા.19મી માર્ચ-2021થી 10 એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરવામાં આવશે. આ આઠ મહાનગરપાલિકા વિસ્તારની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નિંગ અપાશે તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં અવાશે
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.