HomeBusiness"World Day For Natural Disaster Reduction"/‘વિશ્વ કુદરતી આપત્તિ નિવારણ દિન’/India News Gujarat

“World Day For Natural Disaster Reduction”/‘વિશ્વ કુદરતી આપત્તિ નિવારણ દિન’/India News Gujarat

Date:

ઓક્ટોબર માસનો બીજો બુધવાર એટલે ‘વિશ્વ કુદરતી આપત્તિ નિવારણ દિન’

૨૪૩૬૫ કાર્યરત સુરત આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે હોટ લાઈનથી જોડાઈ ૨ સેટેલાઈટ ફોન, વાયરલેસ સેટ, વોકી ટોકી, નિરંતર ઈન્ટરનેટ સેવા, વીજ પુરવઠો અને કોમ્યુનિકેશન સિસ્ટમથી સુસજ્જ

વર્તમાન વર્ષે જિલ્લાના ૫૦૦ નાગરિકોને “આપદા મિત્રો” તરીકે આપત્તિઓનો સામનો કરવા તૈયાર કરવામાં આવ્યાઃ

જિલ્લામાં ૫૦૦થી વધારે મોકડ્રીલ, તાલીમ, જાગૃત્તિ કાર્યક્રમ યોજાયાઃ

સુરત જિલ્લામાં કોરોના સમયે ૧૦,૮૬૮ મૃતકોના વારસદારોને રકમ રૂ.૫૦,૦૦૦ લેખે સહાયની ચૂકવણી કરવામાં આવીઃ
સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં કુલ ૨૦૯૯ વ્યક્તિઓને સ્થળાંતર અને ૫૧ વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવાંમાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૩માં આજ સુધીમાં ૧૬૮ લોકોને સ્થાળાંતર કરાયા

ઓક્ટોબર માસનો બીજો બુધવાર ‘વિશ્વ કુદરતી આપત્તિ નિવારણ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આપત્તિ એટલે રાજ્યના કોઈ પણ ભાગમાં બનતી કુદરતી, માનવસર્જિત કે સંભવિત ઘટના જેનાથી સ્થાવર/જંગમ મિલકતો, માનવ જીવન કે પર્યાવરણની તારાજી સર્જાય. આવી ઘટનાઓ/આપત્તિઓને સંપૂર્ણ રીતે અટકાવી શકાતી નથી, પરંતુ સજાગતા અને કાળજી દ્વારા દુર્ઘટનાની તીવ્રતા કે નુકસાનને ઘટાડી શકાય છે.
દરેક પ્રકારના સંકટમાં ટકી રહેવા કે તેનો સામનો કરવા માટે વિવિધ પ્રકારના કૌશલ્ય અને વ્યવસ્થાપનની આવશ્યકતા હોય છે. આપત્તિ વ્યવસ્થાપન નિરંતર પ્રક્રિયા છે. જે સંભવિત તમામ પ્રકારનાં જોખમો ટાળવા અથવા હળવા કરવા માટેના આયોજન અને પ્રયાસો માટેનો પાયો પુરો પાડે છે. પુર, રોગચાળો, આગ, મોટી દુર્ધટનાઓ સમયે મદદરૂપ થવા માટે સમગ્ર વ્યૂહાત્મક વ્યવસ્થાપન પ્રક્રિયાને ચાર ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવી છે. આ ક્ષેત્રોમાં જોખમ ઘટાડવા, સંકટને પ્રતિભાવ આપવા સ્રોતોને તૈયાર કરવા, સંકટના કારણે ખરેખર થયેલા નુકસાનને પ્રતિભાવ આપવા અને વધુ હાનીને રોકવાનો સમાવેશ થાય છે.

સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની કામગીરીઓ:

  • સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (ડિસ્ટ્રિક્ટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર) ૨૪૩૬૫ કાર્યરત છે. આ કચેરીનો નંબર ૦૨૬૧-૨૬૬૩૨૦૦ છે. જે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે હોટ લાઈનથી જોડાયેલ હોય છે.
    • આ કેન્દ્ર ૨ સેટેલાઈટ ફોન, વાયરલેસ સેટ, વોકી ટોકી, નિરંતર ઈન્ટરનેટ સેવા, વીજ પુરવઠો અને કોમ્યુનિકેશન સીસ્ટમ કાર્યરત રહે તે મુજબની વ્યવસ્થા ધરાવે છે.
  • જીલ્લાના તમામ અન્ય વિભાગો, કચેરીઓ, અધિકારીઓ, ખાનગી સંસ્થાઓ, એન.જી.ઓ., ઔદ્યોગિક સંકુલો, મિડીયા સાથે સંકલન સાધવું
  • માનવ સર્જીત આપત્તિઓને અનુલક્ષી આપત્તિ નિવારણ માટે આપત્તીની અસર ઓછી કરવા તેમજ આપત્તિ બાદની કામગીરી
  • આપત્તી સમયે સબંધિતોને જાણ કરી બચાવ કામગીરી
  • ભારે વરસાદ, વાવાઝોડું, પુર, ડેમમાંથી પાણી છોડવું વગેરે આપત્તીઓની આગોતરી જાણ કરી લોકોના જાન માલના રક્ષણ માટે આગોતરા પગલા લેવા
  • વાવાઝોડા સમયે દરીયાકાંઠાના ઓલપાડ,મજુરા અને ચોર્યાસી તાલુકાના કાંઠાના ગામોમાં જરૂર પડે લોકોને આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરી આશ્રય આપવામાં આવે છે.
  • હવામાનની પરીસ્થીતી જોઈ માછીમારોને આગોતરી જાણ કરી માછીમારોને કાંઠે પરત લાવવા
  • ઉકાઈ સહિતના જીલ્લાના જળાશયોમાંથી વધુ પ્રમાણમાં પાણી છોડવાની જાણ સબંધિતોને કરી નદીમાં અવરજવર બંધ કરાવી, નદી કીનારાના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરી આશ્રય આપવામાં આવે છે.
  • વીજળી પડવાની ઘટનાઓની આગોતરી જાણ કરી લોકોને ચેતવણી આપવી
  • આપત્તીઓનો સામનો કરવા તૈયાર રહેવા આ વર્ષે જીલ્લામાં ૫૦૦ જેટલા નાગરીકોને “આપદા મિત્રો” તરીકેને તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. ૫૦૦ થી વધારે મોકડ્રીલ, તાલીમ, જાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવે જે અંગેના પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
  • દરીયામાં ગયેલા માછીમારોને જરૂર પડે રેસ્કયુ કે શોધખોળ કરવા કોસ્ટગાર્ડ, નેવી, હેલીકોપ્ટર સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં દરીયામાં ગયેલ ઓલપાડના માછીમારી બોટને રેસ્કયુ કરવા મરીન પોલીસ, કોસ્ટગાર્ડ તેમજ ખાનગી ઔદ્યોગિક એકમોની સહાય લેવામાં આવી હતી.
  • કૉવીડ-૧૯ના સમયે સરકારના ધારાધોરણો મુજબ કુલ ૧૦,૮૬૮ મૃતકોના વારસદારોને રકમ રૂ.૫૦,૦૦૦ લેખે સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. કૉવીડ-૧૯ના સમયે શ્રમીકોના સ્થાળાંતરની સુચારૂ કામગીરી કરવામાં આવી હતી.
  • જીલ્લા કક્ષાનો, કોર્પોરેશનનો, વોર્ડ કક્ષાનો, તાલુકા અને ગ્રામ કક્ષાનો, શાળાઓનો, ઔદ્યોગિક સંકુલોનો ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં આવે છે.
  • જીલ્લાના તમામ લાઈન ડીપાર્ટમેન્ટ જેવા કે માર્ગ અને મકાન, પાણી પુરવઠો, વીજ વિભાગ, સંચાર સેવા, એસ.ટી. વિભાગ, પોલીસ, પંચાયત, સુડા વગેરેને આવશ્યક સેવા અને વ્યવસ્થા જાળવવા નિર્દેશ આપવામાં આવે છે.
  • ન્યુકલીયર અને રેડીયોલોજીકલ આપત્તિઓ માટે કાકરાપાર એટમીક પાવર સ્ટેશન સાથે સંકલનમાં પોલીસ, મેડીકલ સ્ટાફ, પંચાયત અને મહેસુલના સ્ટાફ્ને તાલીમ આપવાની સાથે સામુહિક જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે.
    સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં કુલ ૨૦૯૯ વ્યક્તિઓને સ્થળાંતર કરાયા અને ૫૧ વ્યક્તિઓને રેસ્ક્યૂ કરવાંમાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૩માં આજ સુધીમાં ૧૬૮ લોકોને સ્થાળાંતર કર્યા છે.
SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories