‘વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી-૨૦૨૩’
ઓલપાડની વિદ્યાદિપ યુનિવર્સિટી ખાતે વન, પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી’ કાર્યક્રમ યોજાયો
વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બને એ ગૌરવપુર્ણ બાબત… વન રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
સુરત જિલ્લામાં દિપડાની વસ્તીમાં ૧૪૫ ટકાનો વધારો થયો
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.એ.પી.સિંહ
સુરત જિલ્લામાં દિપડાની સંખ્યા ૪૦થી વધીને ૧૦૪ થઈ:
પ્રાણીઓ પ્રત્યે વાત્સલ્ય ભાવ, તેઓનું રક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અણીતા ગામ સ્થિત વિદ્યાદિપ યુનિવર્સિટી ખાતે વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ૬૯મા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વન,પર્યાવરણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૬૯માં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી પ્રસંગે આપને સૌએ વન્ય પ્રાણીઓ સંરક્ષણ માટે જાગૃત થવું જોઈએ. જંગલો, જંગલમાં રહેતા પ્રાણીઓ, ઇકોસિસ્ટમ અને મનુષ્યો વચ્ચે સહજીવન સંબંધ છે. મંત્રીએ લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે હાજર સૌને હાકલ કરી હતી. પહેલાના સમયમાં ખુલ્લા આકાશમાં ગીધો જોવા મળતા હતા. આવા કેટલાય વન્ય જીવો લુપ્ત થતા જાય છે, ત્યારે આવા જ વન્યજીવોની બચાવવા એ આપણા સૌની નૈતિક ફરજ છે. અત્યારે ગુજરાત એ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં ૧૪થી વધુ વેટલેન્ડ આવેલા છે. અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન કે બારેમાસ પાણીથી પલ્લવિત રહેતો એવો વિસ્તાર કે જેનું પોતાનું આગવું પરિસરતંત્ર વિકાસ પામ્યું હોય તેને વેટલેન્ડ કહે છે. ગુજરાતમાં જેમ ઈન્વેસ્ટ માટે વિદેશી રોકાણકારો આવે છે તેમ વિદેશીઓ પક્ષીઓ પણ ગુજરાતને પંસદ કર્યું છે. ગુજરાતના લોકો શાંત અને સૌમ્ય હોવાથી પક્ષીઓએ પણ ગુજરાતની પસંદગી કરી રહ્યા છે. ગત વર્ષે ૧૩,૦૦૮ પક્ષીઓની નેચર ક્લબ તેમજ વિવિધ સંસ્થાઓએ સારવાર કરીને વન્યજીવોને સંજીવન આપ્યું છે.
વધુમાં મંત્રી કહ્યું હતું કે, વનવિભાગ દ્વારા ઓલપાડ તાલુકાની વિદ્યાદિપ યુનિવર્સિટી ખાતે અડધા હેક્ટરમાં વનકવચની ભેટ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પર્યાવરણને જીવંત રાખવાના પ્રયાસોની સાથે વન્યપ્રાણીઓને બચાવવાની, તેમને સંરક્ષિત પણ આપણી મુખ્ય ફરજ છે એમ જણાવી તેમણે પર્યાવરણ જાગૃતિ માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરનાર સહયોગી સંસ્થાઓને બિરદાવી હતી.
આ અવસરે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.એ.પી.સિંહે જણાવ્યું હતું કે, વન્ય પ્રાણીઓની વિવિધતા માટે દુનિયાની ૮ ટકા જમીન આપણા ભારત દેશ પાસે છે. દુનિયાના ૧૨ મેગાબાયોડાયવર્ટ દેશમાં ભારતનો પણ સમાવેશ થયો છે. ગુજરાત રાજ્યમાં વન્યપ્રાણીઓ માટે પ્રોટેક્ટેક સેન્ચુરી પાર્ક વિકસાવવામાં આવ્યા છે. જેનો વિસ્તાર અંદાજિત કુલ જ્યોગ્રાફી વિસ્તારનો 8 ટકા છે જે ભારત દેશના ૪ ટકાથી બમણો વિસ્તાર ધરાવે છે. દરિયા કિનારો કચ્છનું રણ, નોર્થ ગુજરાતનું ડેસર્ટ રણ, સૌરાષ્ટ્રમાં ઘાસિયા મેદાનો પણ આવેલા છે. દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને ડાંગ સુધીના વિસ્તારોમાં ગાર્ડ જંગલો વિકસ્યા છે. પહેલાના જમાનામાં દક્ષિણ ગુજરાત ‘ટાઈગર લેન્ડ’ તરીકે જગવિખ્યાત હતું. વન્ય પ્રાણીઓની જરૂરિયાત મુજબ ખોરાક, પાણી અને શેલ્ટર દક્ષિણ ગુજરાતના જંગલોમાં મળી રહે છે તેના કારણે વન્યપ્રાણીઓની સંખ્યામાં ઉતરો-ઉતર વધારો થઈ રહ્યો છે.
વધુમાં શ્રીસિંહે કહ્યું હતું કે, ૨૦૨૧૮થી ૨૦૨૩ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં દિપડાની સંખ્યામાં નોંધનીય ૬૩ ટકાના વધારો થયો છે. જેમાં સુરત જિલ્લામાં ૨૦૧૮માં ૪૦ દિપડા હતા. વન્યપ્રાણીઓના સંરક્ષણ સંવર્ધનની કામગીરીને કારણે જે વધીને ૨૦૨૩માં ૧૦૪ દિપડાની સંખ્યા સાથે દિપડાની વસ્તીમાં ૧૪૫ ટકાનો વધારો થયો છે. ગુજરાત સરકાર દ્વારા કરુણા એમ્બ્યુલન્સ વાન ૧૯૬૨ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કાર્યરત છે તથા વાઇલ્ડ લાઇફ હેલ્પ લાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર વોટ્સઅપ મેસેજ કરી સારવાર કેન્દ્રની વિગત મેળવી શકાશે.
આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક ડો.કે.શશીકુમાર (IFS)એ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું કે, ગુજરાતીઓ ઉત્તરાયણ, નવરાત્રિ, દિવાળીની ઉજવણી લોકો જે ઉત્સાહથી કરે છે એવા જ ઉત્સાહથી દર વર્ષે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી થવી જોઈએ. ગુજરાત રાજ્યમાં સુરત એવો જિલ્લો છે, જ્યા દરિયો પણ છે અને ગાર્ડ જંગલો પણ વિકસ્યા છે. ગુજરાત રાજ્યમાં દરેક ક્ષેત્રે વિકાસ સાથે સાથે પ્રાણીઓનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે. તેમણે સિંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગ ન કરવા અને ઈકો ફેન્ડલી કાપડની બેગનો ઉપયોગ કરવા હાજર સૌને અનુરોધ કરી પ્રકૃતિના રક્ષણ માટે વનવિભાગ અને સામાજિક સંસ્થાઓ, મીડિયા પ્રતિનિધિઓએ ખભે-ખભા મિલાવી ટીમ વર્કથી કાર્ય કરવા અપીલ કરી હતી.
અવસરે નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ-સુરત) સચિન ગુપ્તા(IFS)એ જણાવ્યું હતું કે, સમગ્ર ભારતભરમાં સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યના તમામ અભયારણ્ય અને રાષ્ટ્રિય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફી કરવા માટેનું સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. અભિયાનનો મુખ્ય ઉદેશ્ય પ્રાણીસૃષ્ટ્રિના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવાનો છે. વન્યપ્રાણી સપ્તાહની કલ્પના લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓના પ્રાણીઓના જીવનને સુરક્ષિત કરવાના લાંબા ગાળાના ધ્યેય સાથે મહત્વપૂર્ણ પગલા વિશે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે.
કરૂણા અભિયાન અંતર્ગત વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ સંસ્થાઓને સર્ટિફિકેટ તેમજ સ્નેક્સ સ્ટીક અર્પણ કરવામાં આવી હતી. તેમજ શાળામાં વન્યજીવ સપ્તાહની ઉજવણી પ્રસંગે ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે મહાનુભાવોના હસ્તે વિદ્યાદિપના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત વન વિભાગના નાયબ વન સંરક્ષક આનંદકુમાર (IFS), તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન, વિદ્યાદિપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતીભાઈ પટેલ, ઉપ્રમુખ હિરેનભાઈ પટેલ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, વનસમિતિના હોદ્દેદારો, પ્રેસ કલબ અને સરપંચઓ, વનકર્મીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.