HomeBusinessUPI with Rupay Credit Card:ક્રેડિટ કાર્ડ થી UPI કરશે 2 ટકા MDR...

UPI with Rupay Credit Card:ક્રેડિટ કાર્ડ થી UPI કરશે 2 ટકા MDR લાગશે-India News Gujarat

Date:

UPI with Rupay Credit Card:RuPay ક્રેડિટ કાર્ડ થી UPI કરશે 2 ટકા MDR લાગશે, જાણો શું છે આ MDR અને કેવી રીતે થાય છે તેની ગણતરી-India News Gujarat

  • UPI with Rupay Credit Card:નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI અને બેંકોએ RuPay- યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ પર ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર વસૂલાતા શુલ્ક માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.
  • નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI અને બેંકોએ RuPay  યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ પર ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર વસૂલાતા શુલ્ક માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે.
  • ગયા અઠવાડિયે બંને પક્ષો વચ્ચે યોજાયેલી વાટાઘાટોમાં આવા વ્યવહારો પર 2 ટકાનો MDR(Merchant Discount Rate) લાદવા પર સહમતિ બની હતી.

ચાલો હવે સમજીએ કે આ MDR શું છે અને તે કેવો લાગે છે

  • MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ. આ તે દર છે કે જેના પર દુકાન અથવા ઈ-કોમર્સ સાઇટ્સ જેવા વેપારીઓએ ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ અને ડિજિટલ વોલેટ્સ દ્વારા ચૂકવણી સ્વીકારવા માટે ચૂકવણી કરવી પડે છે.
  • MDR સામાન્ય રીતે વ્યવહારની રકમના બે થી ત્રણ ટકા હોય છે.
  • ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક ક્રેડિટ કાર્ડ દ્વારા વેપારીને 10,000 રૂપિયાની ચુકવણી કરે છે અને 2 ટકાનો MDR વસૂલતો હોય, તો વેપારી પાસેથી આ ચુકવણી પર 200 રૂપિયા વસૂલવામાં આવશે.

Rupay ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર 2 ટકા MDR લાગશે

  • હવે પાછા સમાચાર પર. RuPay ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકાના સંમત MDRમાંથી, 1.5 ટકા કાર્ડ ઇશ્યૂ કરનાર બેંકને જશે અને બાકીના રૂપિયા Rupay અને બેંકને જશે જેના ખાતામાં પૈસા મોકલવામાં આવી રહ્યા છે.
  • મંજૂરી માટે RBIને મોકલવામાં આવશે અને Rupay UPI ક્રેડિટ કાર્ડ વ્યવહારો સપ્ટેમ્બરમાં શરૂ થશે.
  • અગાઉ, રિઝર્વ બેંકે ગયા મહિને રુપે ક્રેડિટ કાર્ડને UPI સાથે લિંક કરવાની જાહેરાત કરી હતી.
  • આ સાથે, આ કાર્ડ્સ દ્વારા UPI ટ્રાન્ઝેક્શન પર MDR ફિક્સ કરવાનો મુદ્દો મહત્વપૂર્ણ બન્યો.

રૂ.2000 સુધીના વ્યવહારો પર કોઈ MDR લાગુ પડતું નથી

  • હાલમાં, 2,000 રૂપિયા સુધીના ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર કોઈ MDR લાગતો નથી.
  • RuPay ક્રેડિટ કાર્ડ વ્યવહારો પર MDR ફિક્સ કરવું મહત્વપૂર્ણ હતું કારણ કે તે ક્રેડિટ કાર્ડ વ્યવસાય માટે જરૂરી છે.
  • રૂ. 20 લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા એકમો આવા વ્યવહારો માટે કોઈ ચાર્જ વસૂલશે નહીં, પરંતુ તેઓને એક સમયે 2,000 રૂપિયા 5000 રૂપિયા સુધીજ ટ્રાજેક્શન કરવામાં આવી શકશે .
  • જો કે, દિવસમાં ગમે તેટલી વખત વ્યવહારો કરી શકાય છે.

તમે આ વાંચી શકો છો-

SHARE

Related stories

Latest stories