HomeBusiness"Traffic Awareness Programme"/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉધનાની લીઓ સ્કૂલમાં ‘ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ’યોજાયો/INDIA...

“Traffic Awareness Programme”/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉધનાની લીઓ સ્કૂલમાં ‘ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ’યોજાયો/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉધનાની લીઓ સ્કૂલમાં ‘ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ’યોજાયો

૮૦૦થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો તથા કાયદાઓ વિશે વિસ્તૃત સમજણ અપાઇ, ટ્રાફિક પોલિસે લેસર સ્પીડ ગનનો ડેમો આપ્યો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૧ર ડિસેમ્બર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉધનાની લીઓ સ્કૂલ ખાતે ‘ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના ધોરણ ૧રના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો તથા કાયદાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સુરત શહેરના ટ્રાફિક પીઆઇ હિતેન્દ્ર ચૌધરી અને સ્કૂલના સંચાલક જયસુખ કથિરીયા ઉપસ્થિત રહયા હતા. ચેમ્બર ઓફ કોમર્સની ટ્રાફિક એજ્યુકેશન એન્ડ અવેરનેસ કમિટીના ચેરપર્સન કામિનીબેન ડુમસવાલા અને કમિટી સભ્ય બ્રિજેશ વર્માએ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે સમજણ આપી હતી. ટ્રાફિક પોલિસે વિદ્યાર્થીઓને વાહનોની સ્પીડ ચેક કરતી લેસર સ્પીડ ગનનો ડેમો પણ આપ્યો હતો.

SHARE

Related stories

Latest stories