HomeBusinessThe Buzz Of Cleanliness/શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સ્વચ્છતાની ગુંજ/India News Gujarat

The Buzz Of Cleanliness/શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સ્વચ્છતાની ગુંજ/India News Gujarat

Date:

સુરત શહેરમાં વેગવંતુ બન્યું સ્વચ્છતા અભિયાન: શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સ્વચ્છતાની ગુંજ

સફાઈ ઝુંબેશ દરમિયાન કુલ ૨૬.૫૨ કિલો પ્લાસ્ટિક તથા ૩૧.૩૩ મેટ્રિક ટન અન્ય કચરો એકત્રિત કરી યોગ્ય નિકાલ તથા પ્રોસેસિંગ કરાયું

તમામ ઝોનમાં ઝોનલ ચીફ, ઝોનલ ઓફિસરો, તેમજ નાયબ આરોગ્ય અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ મનપા કર્મચારીઓએ સઘન સફાઈ કામગીરી હાથ ધરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે.
ગુજરાતમાં આગામી ૨ મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર રાજ્યને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર જનભાગીદારી થકી સફાઈ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે. શહેરના તમામ ઝોન વિસ્તારોમાં સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા તમામ ઝોન વિસ્તારના સ્લમ એરિયા તેની આસપાસના સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં ઈજનેર વિભાગ દ્વારા પેચવર્ક, ફૂટપાથ રિપેર, કર્બ સ્ટોન કલર, ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજની સફાઈ તેમજ સમારકામ, ગાર્ડન વિભાગના કર્મચારીઓએ બિનજરૂરી ઘાસ તથા છોડના નિકાલની કામગીરી હાથ ધરી હતી.


તમામ ઝોન ખાતે ઝોનલ ચીફ, ઝોનલ ઓફિસરો, તેમજ નાયબ આરોગ્ય અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સેન્ટ્રલ ઝોનમાં નવસારી બજાર વિસ્તારમાં અકબર સઈદનો ટેકરો અને નજીકના વિસ્તારોમાં ૧૩૫થી વધુ સફાઈકામદારોએ સફાઈ કામગીરી હાથ ધરી હતી, જેમાં લોકસમસ્યા નિદાન કેન્દ્રના સભ્યો પણ જોડાયા હતા.


વરાછા ઝોન-એ ના કાપોદરા વિસ્તારમાં રોડ, શ્રીરામનગર આસપાસ કોર્પોરેટરની સાથે એન.જી.ઓ ના ૨૦ સભ્યો તેમજ ૧૫૦થી વધુ કર્મચારીઓએ સફાઈ કરી હતી. ઈજનેર વિભાગ દ્વારા જરૂરી પેચવર્ક, ફૂટપાથ રિપેર કર્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ સ્થાનિક વિસ્તારોમાં સર્વે કરી ગંદકી જણાયેલા સ્થળ પર નોટિસ આપીને દંડનીય કાર્યવાહી પણ કરી હતી. જેમા ૮ વાહનો સહિત અન્ય કર્મચારીઓએ ડે.કમિશનર (હેલ્થ અને હોસ્પિટલ) ના નિરીક્ષણ હેઠળ સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી.
વરાછા ઝોન-બી ના સરથાણા હળપતિવાસ વિસ્તારોમાં ૧૬૦થી વધુ કર્મચારીઓ, કતારગામ ઝોનમાં હળપતિવાસ અને તેની આસપાસ વિસ્તારોમાં ૧૪૨થી વધુ કર્મચારીઓ, ઉધના ઝોન-એ ખાતે સમગ્ર વડોદ વિસ્તાર ૧૭૯થી વધુ કર્મચારીઓ, ઉધના ઝોન-બીમાં કનસાડ હળપતિવાસ અને આસપાસમાં સફાઈ ઝુંબેશમાં કોર્પોરેટર તેમજ રોટરી ક્લબ અને સિનયર સિટીઝન્સ વેલફેર ટીમના સદસ્યો તથા ૧૫૨ થી વધુ કર્મચારીઓ, લીંબાયત ઝોનના હળપતિવાસ, ગોડાદરા ખાતે ૧૩૮ થી વધુ કર્મચારીઓ, અઠવા ઝોનમાં ઉમરગામના શ્રમજીવી વસાહતમાં ૧૬૦થી વધુ કર્મચારીઓ, રાંદેર ઝોન ઓફિસ પાસે આવેલા સંસ્કારનગર કોલોની પાસે ૧૭૫ થી વધુ કર્મચારીઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.


આ તમામ સ્થળો પર સફાઈ ઝુંબેશ દરમ્યાન કુલ ૨૬.૫૨ કિલો પ્લાસ્ટિક તથા ૩૧.૩૩ મેટ્રિક ટન અન્ય કચરો એકત્રિત કરી તેનો યોગ્ય નિકાલ તથા પ્રોસેસિંગ કરવામાં આવ્યો હતો. વધુમાં ટેકનિકલ વિભાગ દ્વારા ૬૮ મશીન હૉલ, ૨૩૫ મીટર ફૂટપાથ રિપેરિંગ, તથા ૪૬ સ્થળો ઉપર પેચવર્કની કામગીરી કરવામાં આવી છે. તમામ ઝોન ખાતે સી એન્ડ ડી વેસ્ટ નિકાલની ડ્રાઈવ કરી કુલ ૧૭૩.૮૮ મેટ્રિક ટન સી એન્ડ ડી વેસ્ટ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવેલ છે.

SHARE

Related stories

Latest stories