HomeAutomobiles'Surat Start-Up Summit- 2013' Will Be Held/ત્રિદિવસીય ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’યોજાશે/INDIA NEWS...

‘Surat Start-Up Summit- 2013’ Will Be Held/ત્રિદિવસીય ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’યોજાશે/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ર૭થી ર૯ ઓકટોબર દરમ્યાન ત્રિદિવસીય ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’યોજાશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી સમિટ યોજાશે

સમિટમાં દેશભરમાંથી પ૦ વેન્ચર કેપિટલના સંચાલકો, સ્ટાર્ટ–અપ કરનારા અને સ્ટાર્ટ–અપ કરવાનું વિચારી રહેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭, ર૮ અને ર૯ ઓકટોબર ર૦ર૩ દરમ્યાન સવારે ૧૦:૦૦થી સાંજે ૬:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન પ્લેટિનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની શરૂ થઇ હતી ત્યારે તેનું પહેલું એન્જલ ઇન્વેસ્ટર સુરતના વેપારીઓ હતા. તે સમયે સુરતના વેપારીઓએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ફાયનાન્સ કર્યું હતું તો ઇનોવેશન કરીને સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોને પણ ફાયનાન્સ કરી જ શકે છે, આથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતમાં સ્ટાર્ટ–અપ ઇકો સિસ્ટમને બુસ્ટ કરવા માટે તેમજ સુરતના ઉદ્યોગકારોમાં અવેરનેસ લાવવાના હેતુથી ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમિટમાં પપ જેટલા સ્ટાર્ટ–અપ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે, જેમાંથી ૭૦ ટકા જેટલા સ્ટાર્ટ–અપ સુરતના છે. આ ઉપરાંત અમદાવાદ અને વડોદરાના સ્ટાર્ટ–અપે પણ ભાગ લીધો છે. આ તમામ સ્ટાર્ટ–અપ પોતાના આઇડિયાને એકઝીબીટ કરશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત મેન્યુફેકચરીંગ હબ છે ત્યારે સુરત સ્ટાર્ટ–અપ માટે ફાયનાન્સ કેપિટલ હબ બને તે માટે આ સમિટ થકી પ્રયાસ કરવામાં આવી રહયો છે. આ સમિટની મુલાકાત માટે દેશભરમાંથી ૧૦ હજારથી વધુ ઉદ્યોગકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

શુક્રવાર, તા. ર૭ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે પ્લેટિનમ હોલમાં ‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહ તેમજ ઉદ્યોગ મંત્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે આ સમિટનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત ટેકનિકલ એજ્યુકેશનના કમિશ્નર બંછાનિધિ પાની (આઇ.એ.એસ.) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. આ ઉપરાંત ગુજરાત સ્ટાર્ટ–અપ એન્ડ ઇનોવેશન હબ (આઇ–હબ)ના સીઇઓ હિરણ્મય મહંતા અને ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડના સીઇઓ કમલ બંસલ પણ સમારોહમાં હાજર રહેશે.

આ સમિટમાં સોલાર એનર્જી, સોફટવેર ટેકનોલોજી, વુમન્સ હેલ્થ, ડાયમંડ, આર્કિટેકટ અને ઇન્ટિરિયર ડિઝાઇનીંગ વિગેરે ક્ષેત્રોમાં સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ખાસ કરીને વર્ષ ર૦૧૯ પછી જે ઉદ્યોગ સાહસિકોએ સ્ટાર્ટ–અપ શરૂ કર્યું છે એવા મોટા ભાગના સ્ટાર્ટ–અપે સમિટમાં ભાગ લીધો છે. આગામી ડિસેમ્બર– ર૦ર૩ દરમ્યાન આયોજિત થનારી ગુજરાત વાઇબ્રન્ટ સ્ટાર્ટ–અપ સમિટનો રોડ શો પણ આ સમિટમાં કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સ આ સમિટ થકી એવું પ્લેટફોર્મ પૂરુ પાડવા જઇ રહયું છે કે જ્યાં સ્ટાર્ટ–અપ, એન્જલ ઇન્વેસ્ટરો અને સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો એક છત નીચે એકત્રિત થશે. જેથી સ્ટાર્ટ–અપને રોકાણકારો મળી રહેશે અને તેના થકી તેઓ પોતાના સ્ટાર્ટ–અપને આગળ લઇ જઇ વધુ મજબુત કરી શકશે.

ચેમ્બર ઓફ કોમર્સની સ્ટાર્ટ–અપ્સ એન્ડ ઇનોવેશન કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇએ જણાવ્યું હતું કે,‘સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩’માં દેશભરમાંથી પ૦ વેન્ચર કેપિટલના સંચાલકો, સ્ટાર્ટ–અપ કરનારા અને સ્ટાર્ટ–અપ કરવાનું વિચારી રહેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધશે. સમિટમાં યુનિકોર્ન પણ આવશે તથા તેઓ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા વિવિધ સેશન્સ લેશે. ૧૦૦૦ જેટલા ઉદ્યોગકારો આ સમિટની મુલાકાત લેશે. ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી, સુરતના ઉદ્યોગકારો તેમજ કોર્પોરેટ હાઉસિસને સ્ટાર્ટ–અપ કરનારા ઉદ્યોગ સાહસિકોને સહયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવશે.

આ સમિટ દરમ્યાન શનિવાર, તા. ર૮ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ‘સ્ટાર્ટ–અપ ફંડ રેઇઝીંગ ઓપોર્ચ્યુનિટી’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં ઓફબિઝનેસના નિતિન જૈન ઉદ્યોગ સાહસિકો સમક્ષ પોતાનું મંતવ્ય રજૂ કરશે. બપોરે રઃ૦૦થી ૩:૦૦ કલાક દરમ્યાન એન્જલ ઇન્વેસ્ટમેન્ટ વિશે ઇન્ડિયા એકસીલેટરના દીપક શર્મા વકતવ્ય રજૂ કરશે. ત્યારબાદ સાંજે ૪:૦૦થી પઃ૦૦ કલાક દરમ્યાન યુનિકોર્ન ઝાઇબર ૩૬પના સની વાઘેલા ઉદ્યોગ સાહસિકોને સંબોધશે. આ ઉપરાંત વેન્ચુર કેપિટલના સંચાલક ઉદય સોઢી પણ સ્ટાર્ટ–અપ તેમજ સ્ટાર્ટ–અપમાં રોકાણ કરવાનું ઇચ્છતા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે.

રવિવાર, તા. ર૯ ઓકટોબર, ર૦ર૩ના રોજ સવારે બપોરે ૧રઃ૦૦થી રઃ૦૦ કલાક દરમ્યાન ‘ફયુચર ઓફ એસ્પોર્ટ એન્ડ ગેમીંગ ઇન્વેસ્ટમેન્ટ્‌સ’વિશે પેનલ ડિસ્કશન યોજાશે. જેમાં ક્રેફટોનના નિશાંત ભટ્ટ અને નાઝારાના સાઇકટ મોન્ડાલ ઉદ્યોગ સાહસિકો તેમજ રોકાણકારોને માર્ગદર્શન આપશે. બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન ‘ઇન્ફલુએન્સર્સ’વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે. ત્યારબાદ સાંજે ૪:૦૦ કલાકે કી–નોટ સ્પીકર અર્જુન વૈદ્ય ‘હાઉ ટુ લેવરેજ ડીટુસી બ્રાન્ડ’વિશે સંબોધન કરશે. સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩ દરમ્યાન વિવિધ યુનિકોર્ન દ્વારા સ્ટાર્ટ–અપ કરનારા તેમજ સ્ટાર્ટ–અપ કરવા ઇચ્છતા ઉદ્યોગ સાહસિકો, એન્જલ ઇન્વેસ્ટરો તેમજ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવશે.

સુરત સ્ટાર્ટ–અપ સમિટ– ર૦ર૩ના આયોજન માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને ગુજરાત સરકારના ગુજરાત સ્ટાર્ટ–અપ એન્ડ ઇનોવેશન હબ (આઇ–હબ) અને ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિમિટેડનો તથા ટોરીન વેલ્થ મેનેજમેન્ટ અને મેજિકસ હેર કેરનો સહયોગ પ્રાપ્ત થયો છે.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories