HomeBusinessSurat Shopkeeper Commits Fraud: અનાજના નામ પર દુકાનદારે ગ્રાહકોને ઠગ્યા, સાયબર પોલીસ...

Surat Shopkeeper Commits Fraud: અનાજના નામ પર દુકાનદારે ગ્રાહકોને ઠગ્યા, સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ – INDIA NEWS GUJARAT

Date:

Surat Shopkeeper Commits Fraud: ભટારમાં સસ્તા અનાજના નામે થઈ લાખોની છેતરપિંડી
સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ

સુરતના ભટારમાં સસ્તા અનાજના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થતાં સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. લાભાર્થીના ફીંગરપ્રિન્ટનો દુર ઉપયોગ કરી ખોટી રીતે અનાજની કુપન કાઢી અનાજ સગેવગે કરવામાં આવતું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દુકાનદાર દ્વારા કરવામાં આવી રહી હતી છેતરપિંડી

સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદારો દ્વારા ગેરરીતિ કરીને ગરીબો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા અનાજના જથ્થા ને લાભાર્થીઓને વિતરણ કરવાની જગ્યાએ યેનકેન પ્રકારે સગેવગે કરી દઈ ને ખુલ્લા બજારમાં ઊંચી કિમતે વેચી દેવાતું હોવાની અનેકો ફરિયાદ સામે આવે છે ત્યારે આવોજ એક બનાવ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેસન ના ચોપડે નોંધવા પામ્યો છે.

આ બાબતે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના એ.સી.પી યુવરાજસિંહ ગોહિલ જણાવ્યુંકે ,સુરતના મામલતદાર મજુરાગેટ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં સરકારની એન. એસ. એફ. સ્કીમ જે રાશનની દુકાનો ઉપર રાશન કાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે તેમાં એક દુકાન ઉપર ગ્રાહકોને સસ્તા અનાજ આપવાનું નામે ફ્રોડ કરવામાં આવતું હતું. જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આઈસીપી કલમ મુજબ 409, 420, 467, 468, 472, 120B, 34 તથા આઈટીએક્ટ ની કલમ 66 મુજબ અને આવશ્યક ચીજવસ્તુઓની ધારા મુજબ 1955 ધારા મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

Surat Shopkeeper Commits Fraud: લાભાર્થીના ફીંગરપ્રિન્ટનો દુર ઉપયોગ કરી અનાજ સગેવગે કરાયું

આ તપાસમાં એવું જણાઈ આવ્યું હતુંકે, આરોપી ઈશ્વરચંદ્ર રામચંદ્ર મોરિયા રાશનની દુકાન ચાલવે છે. તેઓ સરકાર માન્ય રાશનકાર્ડ ઉપર જે પ્રમાણે સસ્તા અનાજ આપવો જોઈએ તેમાં તેઓ સરકાર માન્ય સસ્તા અનાજને દૂર ઉપયોગ કરીને રાશન કાર્ડ ધારકોનો ફિગર પ્રિન્ટનો ઉપયોગ કરીને સરકાર સાથે અને ગ્રાહકો સાથે છેતરપિંડીઓ કરતા હતા.

આ મામલે એક ફરિયાદી જેઓ દુકાન ઉપર આવ્યા હતા, ત્યારે તેમના જ નામે કોઈ બીજાને અનાજ આપી દેવામાં આવ્યા હતા અને જ્યારે તેઓએ અનાજ ખરીદ કરતા હતા ત્યારે તેઓને ઓછું અનાજ આપતાં હતા. તથા હાલ નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ફરિયાદીનું મળવા પાત્ર અનાજ 28017 રૂપિયાનું ફરિયાદીના જાણ બહાર કોઈક બીજાને આપી દેવામાં આવ્યું હતું. જે મામલે ફરિયાદીએ મામલતદાર કચેરીમાં રજુઆત કરી હતી અને સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કામના આરોપી અને તેમના અન્ય બે મિત્રો, જેઓ આરોપીની દુકાનમાં જ કામ કરતા હતા તેમના દ્વારા ફરિયાદીનો ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરી બેકઅપ રાખવામાં આવતો હતો અને બાદમાં ફરીવાર તેજ ફિંગર પ્રિન્ટ નો ઉપયોગ કરી અન્ય લોકોને અનાજ આપી દેવામાં આવતું હતું.

તમે આ પણ વાંચી શકો છો:

Word of War on Ram Mandir: રાહુલને VHPનો સણસણતો જવાબ – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

Gift City Ready: દારૂની મંજૂરી બાદ ‘ગિફ્ટ સિટી’ ફૂલ! – India News Gujarat

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories