HomeBusinessSurat People's Bank New Schemes: MSME માટે પીપલ્સ બેંકની નવી સ્કિમ જાહેર,...

Surat People’s Bank New Schemes: MSME માટે પીપલ્સ બેંકની નવી સ્કિમ જાહેર, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા લોનની પણ જાહેરાત – INDIA NEWS GUJARAT

Date:

Surat People’s Bank New Schemes: 102 વર્ષથી કાર્યરત સુરત પીપલ્સ બેંક દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પીપલ્સ બેંકના તમામ ડિરેક્ટરો હાજર રહ્યા હતા. અને આ કોન્ફરન્સમાં MSME ઉદ્યોગો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી.

તમામ નાના ઉદ્યોગકારોને 7.5 ટકાના વ્યાજદરે લોન અપાશે

102 વર્ષથી કાર્યરત અને 10900 કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી ધી સુરત પીપલ્સ કો.ઓપરેટીવ બેન્ક દ્વારા એમએસએમઈના નવા આઈટી ટેક્ષ 43બીના 45 દિવસના પેમેન્ટના નવા કાયદાને લઈને વેપારીઓ માટે ઓવરડ્રાફ્ટ, લોનની સ્કિમ શરૂ કરવામાં આવી છે. જેમાં નાના અને મધ્યમ ટ્રેડર્સ અને ઉદ્યોગોને ઓવરડ્રાફ્ટ, વર્કિગ કેપિટીલ ટર્મલોન, મહત્તમ રૂપિયા 96 લાખ સુધી માત્ર 7.50 ટકાના વ્યાજદરથી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. મેન્યુફેક્ચરિંગ યુનિટને મશીનરી ટર્મલોન, ઓવરડ્રાફ્ટ મહત્તમ 96 લાખ સુધી માત્ર 7.75 ટકા વ્યાજદરથી શરૂ કરવામાં આવી છે. આ સ્કિમનો લાભ કોઈ પણ જામીન, પ્રોસેસિંગ ફિ, રિન્યુઅલ ચાર્જ વિના આપવામાં આવશે. એવું ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Surat People’s Bank New Schemes: સુરત પીપલ્સ બેંક દ્વારા મહત્વની જાહેરાત

પીપલ્સ બેન્ક દ્વારા એક ઐતિહાસિક લોનની જાહેરાત કરી છે. જેમાં નાના ઉદ્યોગો અને નાના વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે ખૂબ ઓછા દરે લોનની જાહેરાત કરી છે. જેમાં ૯૬ લાખથી ઓછી કોઈ પણ નાના વેપારી ટ્રેડર કે ઉદ્યોગ સાહસિકોને લોન જોઈતી હોય તો સાડા ૭ ટકા થી લઇને ૮ ટકા સુધીના રેટ ઓફ ઇન્ટરેસ્ટ પર લોન ઉપલબ્ધ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાત કરવાથી નાના ઉદ્યોગો અંથવા મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ રાહત થશે. આ ઉપરાંત પીપલ્સ બેંક દ્વારા મહિલાઓના ઉત્થાન માટે અને તેઓ પગભર બને તે માટે ૧,૦૦,૦૦૦ રૂપિયાની ૮ ટકાના દરે લોન માટેની જાહેરાત કરી છે. જેથી મહિલાઓ પણ આત્મનિર્ભર બની શકે. અને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે.

તમે આ પણ વાંચી શકો છો:

Akshay Kumar અબુ ધાબીમાં મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Chickpeas Benefits: શેકેલા ચણાના દરેક દાણા છે ફાયદાકારક જાણો કઈ રીતે-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories