HomeBusinessSurat Diwali: ગુરુપુષ્ય નક્ષત્ર પર થઇ જવેલર્સને ચાંદી, હવે ધનતેરસ પર નજર-India...

Surat Diwali: ગુરુપુષ્ય નક્ષત્ર પર થઇ જવેલર્સને ચાંદી, હવે ધનતેરસ પર નજર-India News Gujarat

Date:

Surat Diwali: ગુરુપુષ્ય નક્ષત્ર પર થઇ જવેલર્સને ચાંદી, હવે ધનતેરસ પર નજર-India News Gujarat

  • Surat Diwali:ગુરુપુષ્ય નક્ષત્ર પર જે રીતે બજાર ઉંચકાયું છે એ જોતા હવે પછી ધનતેરસના પર્વે પણ સુરતમાં સોના ચાંદીના બજારમાં ખાસ્સી ઘરાકી જોવા મળશે.
  • લોકો ભલે મંદીની વાતો કરતાં હોય સુરતમાં (Surat )ગુરૂપુષ્ય નક્ષત્રમાં સુરતીઓએ સોના ચાંદીની ધૂમ ખરીદી કરી છે.
  • જવેલર્સનું માનીએ તો ગુરૂપુષ્યનાં એક જ દિવસમાં 70 કિલો સોનું (Gold ) વેચાયાનો અંદાજ છે.
  • તા.18મી ઓક્ટોબરને મંગળવારે ગુરુપુષ્ય નક્ષત્રના યોગમાં સુરતીઓએ આખો દિવસ દરમિયાન અધધ સોનું અને અન્ય જવેલરી જેમાં  જુદા જુદા આર્ટિકલ્સ, દાગીના, સ્વરૂપે ખરીદ્યું હોવાનો અંદાજે સેવાય રહ્યો છે.
  • ગયા વર્ષની તુલનામાં આ વખતે 17થી 2  ટકા સોનું વધુ વેચાયું હોવાનું પણ જ્વેલર્સ આગેવાનોએ જણાવ્યું હતું.

સુરતમાં અધધ સોનાનું વેચાણ

  • ગુરુપુષ્ય નક્ષત્રના દિવસે સુરત શહેરમાં ભારે ભીડ જોવા મળી હતી.
  • આ દિવસે રીટેલ શોરૂમો આજે વહેલી સવારે આઠ વાગ્યાથી ગ્રાહકો માટે શરૂ થઇ ગયા હતા.
  • જવેલર્સના કહેવા પ્રમાણે સમગ્ર દિવસ દરમિયાન કેટલું સોનું ચાંદી વેચાયું તેનો ચોક્કસ આંકડો તો કહેવો મુશ્કેલ છે પરંતુ, એક અંદાજ એ માંડી શકાય કે એકલા સુરત શહેરમાં જ 70 કિલો એટલેકે અંદાજે 6 હજારથી વધુ તોલા સોનું વેચાયું હોઇ શકે.
  • સરેરાશ રૂ.50 હજારનો ભાવ ગણીએ તો પણ ત્રીસેક કરોડ રૂપિયાની કિંમતનું સોનું ગુરુપુષ્ય નક્ષત્રના યોગમાં વેચાયું હોવાનો અંદાજ

હવે નજર ધનતેરસ પર

  • ઇન્ડીયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસીએશનના એડવાઇઝરી બોર્ડના ચેરમેન નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે કોરોનાના બે વર્ષ પછી આ વર્ષે સુરતના લોકો દિવાળીના તહેવારો પહેલા આજે સારામાં સારા ઘરેણાંની ખરીદી રહ્યા હોવાના અહેવાલો મળ્યા છે.
  • ગુરુપુષ્ય નક્ષત્રમાં પ્રી ઓર્ડરથી ગ્રાહકોએ જરૂરીયાત મુજબ વીંટી, બેંગલ વગેરે ખરીદ્યા છે.
  • ગુરુપુષ્ય નક્ષત્ર પર જે રીતે બજાર ઉંચકાયું છે એ જોતા હવે પછી ધનતેરસના પર્વે પણ સુરતમાં સોના ચાંદીના બજારમાં ખાસ્સી ઘરાકી જોવા મળશે. આમ હવે જવેલર્સની નજર ધનતેરસ પર છે.
  • કોરોનાના બે વર્ષ પછી જયારે બધા તહેવારો ધૂમધામથી ઉજવાઈ રહ્યા છે. તેને જોતા આ દિવાળી પણ જવેલર્સ માટે ખુબ સારી રહે તેવા સંકેતો છે.

તમે પણ આ વાંચી શકો છો-

Diwali 2022: દિવાળીમાં છેલ્લી ઘડીએ ફરવા જનારાને ચુકવવા પડી શકે છે બમણા રૂપિયા

તમે પણ આ વાંચી શકો છો-

Railway Employee:મોદી સરકારની રેલવે કર્મચારીઓને ભેટ, 11.27 લાખ કર્મચારીને મળશે દિવાળી બોનસ

SHARE

Related stories

Latest stories