HomeAutomobilesSurat Auto Expo 2024: ઓટોમોબાઈલમાં સૌથી વધુ તકો ઈલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રે, સેકટરનું...

Surat Auto Expo 2024: ઓટોમોબાઈલમાં સૌથી વધુ તકો ઈલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રે, સેકટરનું ભવિષ્ય સ્પીડ અને કમ્ફર્ટ – INDIA NEWS GUJARAT

Date:

Surat Auto Expo 2024: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, થી ૧૮ માર્ચ દરમિયાન સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન રજૂ કરાઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન રજૂ કરાઇ છે, આ ઓટો એક્ષ્પોમાં વોલ્વો કંપનીની XC 40 Recharge કારનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે Hyundai Creta N Line અને BYD seal કારને દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે. ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવારના રોજ યોજાયો હતો. જેમાં ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરાએ વિશેષ મહેમાનો તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકનો પરચેઝીંગ પાવર વધશે અને તેની સાથે સપ્લાય અને ટ્રેડ વધશે ત્યારે દેશનો ઝડપી વિકાસ થશે. આપણે, ઓટો એક્ષ્પોના માધ્યમથી જીડીપીમાં યોગદાન આપીએ છીએ ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓટોમોબાઈલનું પ્રોડકશન અને મેન્યુફેકચરીંગ શરૂ થાય તો ભારતને વિશ્વમાં પ્રથમ હરોળની ત્રણ અર્થવ્યવસ્થામાં લઇ જઇ શકીશું. આ દિશામાં પ્રયાસ કરીશું ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું દેશને વર્ષ ર૦ર૭ સુધીમાં પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સાકાર કરી શકીશું.

Surat Auto Expo 2024: ઓટો એક્ષ્પોના માધ્યમથી જીડીપીમાં યોગદાન

ચેમ્બર ઓફ કોમર્સે સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિઝન હાથ ધર્યુ છે ત્યારે એવી હકીકતો સામે આવી રહી છે કે વિશ્વના જુદા–જુદા દેશો ભારતના એક્ષ્પોર્ટ પોટેન્શિયલ વિશે સંપૂર્ણપણે જાણતા નથી. દુનિયાનું ત્રીજું સૌથી મોટું માર્કેટ ભારતનું છે. ટુ વ્હીલરના વેચાણમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. ઓટોમોબાઇલ સેકટર ભારતની જીડીપીમાં ૭ ટકા યોગદાન આપે છે, જેની સાથે સીધી રીતે ૪ કરોડ લોકો જોડાયેલા છે.

ભારતમાં બનતી ૭૦ ટકા પેસેન્જર કારની કંપનીઓ ફોરેન અધિકૃત છે, જેને મેક ઇન ઇન્ડિયા કરવાની જરૂર છે. ભારતમાં ૧૦૦૦ લોકો વચ્ચે રર કાર છે. આ આંકડો અમેરિકા અને ચાઇનામાં અનુક્રમે ૯૮૦ અને ૧૬૪ છે. ભારતમાં ઇલેકટ્રીક વ્હીકલના ૭૦થી ૯૦ ટકા સાધનો ચાઇનાથી ઇમ્પોર્ટ થાય છે ત્યારે ભારતમાં ઓટોમોબાઇલ સેકટરને ખૂબ જ આગળ લઇ જવાની સંભાવનાઓ છે.

તમે આ પણ વાંચી શકો છો :

Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં 

તમે આ પણ વાંચી શકો છો :

Visa Fraud: કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટના નામે 36 લાખની ઠગાઈ – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories