ભટારના ઉમા ભવન ખાતે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા બે દિવસીય શિવ શક્તિ સખી મેળાનો પ્રારંભ કરાયો
મસાલા, અથાણાં, મિલેટ્સ, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ,ખાદીના કપડાં જેવી સખી મંડળ દ્વારા બનાવાયેલી ૪૫ સ્ટોલમાં પ્રદર્શિત વસ્તુઓ ખરીદવાની તક
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ(નાબાર્ડ) દ્વારા ભટાર સ્થિત ઉમાભાવન ખાતે શિવ શક્તિ સખી મેળાનો પ્રારંભ કરાયો હતો. જેમાં સમગ્ર સુરત જિલ્લાના ૪૫થી વધુ સખી મંડળો દ્વારા સ્ટોલો ઉભા કરીને ચીજવસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન યોજાયું છે.
ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા તેમજ તેઓને રોજગારી તક આપવાના હેતુસર આયોજિત મેળામાં સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલા મસાલા, અથાણાં, હેન્ડીક્રાફટની વસ્તુઓ, હેન્ડમેડ ઘરેણાં, બાંબુમાંથી બનાવેલા રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ, ગાયના છાણમાંથી તૈયાર કરાયેલા કુંડા, દીવા અને ધૂપ, કોસ્મેટિક ચીજવસ્તુઓ, વેસ્ટ ફૂલોમાંથી તૈયાર કરાયેલી અગરબત્તીઓ, મેક્રમમાંથી બનાવેલી વસ્તુઓ માટેનાં સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
ડાંગ, વલસાડ, માંડવી, પલસાણા અને ઓલપાડ સહિતના વિવિધ તાલુકાઓમાંથી વેચાણ અર્થે આવેલા સખી મંડળોની વિવિધ બનાવટોનો શહેરીજનોને બે દિવસ ખરીદીનો લાભ મળશે.