HomeBusinessSchool Of Nutrition/આંગણવાડી બની પોષણની પાઠશાળા/India News Gujarat

School Of Nutrition/આંગણવાડી બની પોષણની પાઠશાળા/India News Gujarat

Date:

આંગણવાડી બની પોષણની પાઠશાળા

સ્વસ્થ અને સુપોષિત ગુજરાત બનાવતી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’

કેન્દ્ર તથા રાજય સરકારની યોજનાઓના સથવારે રેખાબેન તથા તેમની દીકરીને મળ્યો સુપોષણ આહારઃ

કામરેજ તાલુકાના ખોલવડ સ્થિત રહેતા રેખાબેન પરમાર માટે આશીર્વાદરૂપ બનતી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ ‘દૂધ સંજીવની યોજના‘ અને ‘પોષણ સુધા યોજના’

દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૬ વર્ષથી ઓછી ઊંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓના પોષણમાં સુધારો કરવો તે કેન્દ્ર સરકારનો આશય રહેલો છે. આરોગ્ય, સુખાકારી અને રોગપ્રતિકારક શક્તિને પોષવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ની થીમ આધારિત રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વાત કરવી છે આવા જ એક કામરેજ તાલુકાના ખોલવડ ગામના લાભાર્થી રેખાબેન પરમારની જેમણે વિવિધ યોજનાના લાભ લઈ પોતાના જીવનમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવતા આંગણવાડી બની રહી છે પોષણની પાઠશાળા.
સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામના આંગણવાડી કેન્દ્ર ખોલવડ-૭ની કુપોષિત અને સગર્ભા માતાની છે. જે ગત વર્ષે પ્રાથમિક આંગણવાડી બહેનો દ્વારા એન્ટી નેટલ ચેક અપ કરતા રેખાબેનનો રિપોર્ટ ગંભીર આવ્યો હતો. જેમાં રેખાબનેનું વજન માત્ર ૪૯ કિલોગ્રામ અને એમનું હિમોગ્લોબિન ૪.૫ ટકા થઈ ગયું હતું. આવી સ્થિતિમાં ગર્ભમાં રહેલા બાળક અને માતા માટે તાત્કાલિક સારવાર લેવી અતિ આવશ્યક બનતી હોય છે. જેથી ખોલવડ આંગણવાડી ખાતે ‘એન્ટી નેટલ ટેસ્ટ’ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનું વજન અને હિમોગ્લોબિન બંન્ને ઓછુ હોવાનું જણાતા વધુ સારવાર માટે વાવ પીએચસી સેન્ટર ખાતે રિફર કરીને સારવાર શરૂ કરવામાં આવી હતી.
ખોલવડ ગામના આંગણવાડીના બહેનો દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ અંતર્ગત THR (ટેક હોમ રાશન) માંથી દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાલ અને એક લીટર તેલ આપવામાં આવ્યું હતું. માતૃશક્તિ આહારમાંથી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવીને આરોગવાથી મારા સ્વાસ્થ્યમાં જે સુધારો આવ્યો તે અકલ્પનીય છે. જેનાથી મારું હિમોગ્લોબિન પણ જળવાઈ રહે છે. સાથે દુધ સંજીવની યોજના અંતર્ગત અઠવાડિયામાં બે વખત ૨૦૦ મિલીગ્રામ દૂધ આંગણવાડી બહેનો દ્વારા આંગણવાડી ખાતે પીવડાવવામાં આવતું હતું. આ ઉપરાંત ‘પોષણ સુધા યોજના’ની વિશેષ સમજણ આપી આંગણવાડી ખાતે દરરોજ અલગ અલગ મેનું પ્રમાણે પોષ્ટિક વાનગી ખવડાવવાની સાથે સંપૂર્ણ કાળજી રાખવાથી આજે હું અને મારી દિકરી સંપૂર્ણ સ્વસ્થ્ય છીએ આ યોજના મારા માટે ભગવાનના પ્રસાદ સમાન સાબિત થઈ છે.
સપ્ટેમ્બર મહિના દરમિયાન પોષણ માસની ઉજવણી પ્રસંગે ૨૧ વર્ષિય રેખાબેન અને તેમની નવ માસની દિકરીને કેન્દ્ર તથા રાજય સરકારની ત્રણ જેટલી યોજનાઓથકી પૂરક પોષણ આહાર મળ્યો હતો. જે બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories