સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લૉ કોલેજના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે માહિતગાર કરાયા.
સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ રોડ સેફ્ટી ટ્રાફીક એજ્યુકેશન અંગે જાગૃત થાય તેમજ રોડ અકસ્માતોમાં ઘટાડો થાય એવા શુભ હેતુથી આરટીઓની સુરત ટીમના બ્રિજેશ વર્માએ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિથી લાઈવ અકસ્માતના બનાવોની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં યુવાનોને અકસ્માતથી બચવા તેમજ રોડ પર સ્ટંટ ન કરવાની માહિતી તેમજ સરકારની રોડ અકસ્માત અંગેની મળતી સહાય અંગેની માહિતી અને રસ્તા પર અકસ્માત થાય ત્યારે ફોટા પાડવાની જગ્યાએ મદદગાર બની કોઈનું જીવન બચાવવા અનુરોધ કર્યો હતો. જેમાં Good Smeritan અંગે જાણકારી આપવામાં આવી. હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત MACT મોટર એક્સીડન્ટ ટ્રિબ્યુનલ અંગેની તેમજ હિટ એન્ડ રન કેસમાં મળતી સહાય અંગેની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. સેલ્ફ ડીસિપ્લીનની સમજૂતીની પણ માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર શ્રી આર.એ.વાદી તેમજ કોલેજના ઈન્ચા.પ્રિન્સિપાલ ડો.સબાના લંગા તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.