HomeBusinessRBI Repo Rate: આજથી MPCની ત્રિવસીય બેઠક શરૂ થઈ, મોંઘવારીમાં ઘટાડા વચ્ચે...

RBI Repo Rate: આજથી MPCની ત્રિવસીય બેઠક શરૂ થઈ, મોંઘવારીમાં ઘટાડા વચ્ચે શું RBI ફરી રેપો રેટમાં વધારો કરશે?-India News Gujarat

Date:

RBI Repo Rate: આજથી MPCની ત્રિવસીય બેઠક શરૂ થઈ, મોંઘવારીમાં ઘટાડા વચ્ચે શું RBI ફરી રેપો રેટમાં વધારો કરશે?-India News Gujarat

  • RBI Repo Rate: ડિસેમ્બર 2022 દરમિયાન, ભારતનો છૂટક ફુગાવો એક વર્ષની નીચી સપાટીએ આવ્યો હતો અને સતત બીજા મહિને 6 ટકાથી નીચે રહ્યો હતો.
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી વધુ નીચે આવી શકે છે.
  • ભારત સહિત વૈશ્વિક સ્તરે મોંઘવારી દરમાં ઘટાડો થશે.
  • રિપોર્ટ અનુસાર, RBI તેના ફુગાવાના અંદાજમાં ઘટાડો કરશે.
  • દેશની કેન્દ્રીય બેંક ફરી એકવાર રેપો રેટ વધારી શકે છે.
  • જો કે, આ વધારાની ગતિ થોડી ઓછી હોઈ શકે છે. જો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા રેપો રેટમાં વધારો કરે છે તો તે આ વર્ષનો પ્રથમ વધારો હશે.
  • ઉલ્લેખનીય છે  કે આજે એટલે કે 6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી આરબીઆઈની બેઠક યોજાઈ રહી છે.
  • RBI ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે બેઠકની છેલ્લી તારીખે MPCના નિર્ણય વિશે માહિતી આપશે.
  • બાર્કલેઝ દ્વારા જાહેર કરાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઝડપથી ઘટી રહેલી મોંઘવારી અને આયાતી કિંમતોમાં ઘટાડા વચ્ચે 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો થઈ શકે છે.
  • જો આ વધારો MPCની બેઠકમાં કરવામાં આવે છે તો કુલ રેપો રેટ 6.50 ટકા  સુધી રહેશે જે અત્યારે રેપો રેટ 6.25 ટકા છે.

RBI Repo Rate :ડિસેમ્બરમાં રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો

  • રિઝર્વ બેન્કે અગાઉ ડિસેમ્બરમાં રેપો રેટમાં વધારો કર્યો હતો.
  • સેન્ટ્રલ બેંકે 35 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો હતો.
  • લંડન-હેડક્વાર્ટર ધરાવતી બેંકો આ ચક્રમાં છેલ્લી ફેબ્રુઆરી દરમાં વધારો થવાની અપેક્ષા રાખે છે.
  • ફુગાવો 2023ના અંત સુધીમાં 5-5.5 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે

મોંઘવારી વધુ ઘટશે

  • ડિસેમ્બર 2022 દરમિયાન, ભારતનો છૂટક ફુગાવો એક વર્ષની નીચી સપાટીએ આવ્યો હતો અને સતત બીજા મહિને 6 ટકાથી નીચે રહ્યો હતો.
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી વધુ નીચે આવી શકે છે.
  • ભારત સહિત વૈશ્વિક સ્તરે મોંઘવારી દરમાં ઘટાડો થશે.
  • રિપોર્ટ અનુસાર, RBI તેના ફુગાવાના અંદાજમાં ઘટાડો કરશે. આના કારણે વૈશ્વિક કોમોડિટીના ભાવ અને સ્થાનિક ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થશે.

રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી

  • રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નીનીતિ છેલ્લી પોલીસી 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવી હતી.
  • રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.
  • આ વર્ષે વ્યાજદરમાં આ 5મો વધારો હતો.
  • રેપો રેટ વધીને 6.25 ટકા થયો હતો. પોલિસીની જાહેરાત કરતા RBI ગવર્નરે કહ્યું કે ફુગાવો હજુ પણ ચિંતાનો વિષય છે.
  • રેપો રેટમાં વધારાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMI પર અસર પડશે.
  • રિઝર્વ બેંકે આજે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો હતો.
  • ગત વર્ષે પહેલીવાર મે મહિનામાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં રેપો રેટમાં 1.90 ટકાનો વધારો થયો છે.

તમે આ પણ વાંચી શકો છો-

RBI Statement:મોંઘી થયેલી તમામ પ્રકારની લોનથી લોકોને ક્યારે રાહત મળશે ? 

તમે આ પણ વાંચી શકો છો-

RBI Launch :બેંક અને NBFC સાથે નહીં થાય કોઇ છેડછાડ, RBI નું ‘દક્ષ’ રાખશે ચાંપતી નજર

SHARE

Related stories

Latest stories