HomeBusinessRBI New Rules:ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે-India News...

RBI New Rules:ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે-India News Gujarat

Date:

RBI New Rules:ડેબિટ-ક્રેડિટ કાર્ડના ઉપયોગના બદલાયા નિયમો, 1 ઓક્ટોબરથી લાગુ થશે-India News Gujarat

  • RBI New Rules:ગ્રાહકોની માહિતી સુરક્ષિત રાખવા માટે, રિઝર્વ બેંકે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગ માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે, જે 1 ઓક્ટોબરથી લાગુ થશે.
  • તહેવારોની સિઝનમાં, જો તમે ઓનલાઈન શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો અને પેમેન્ટ માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો,
  • તો ધ્યાનમાં રાખો કે 1લી ઓક્ટોબરથી ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની રીત બદલાઈ રહી છે.
  • રિઝર્વ બેંકે (RBI) આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટાને ઓનલાઈન, POS અને એપ ટ્રાન્ઝેક્શન(Transaction)માં ટોકન્સમાં કન્વર્ટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે.
  • અગાઉ આ સમયમર્યાદા જુલાઈ હતી પરંતુ તેને 3 મહિના લંબાવવામાં આવી હતી.
  • હવે આ નિયમો 1 ઓક્ટોબરથી લાગૂ થવા જઈ રહ્યા છે.

કાર્ડ ટોકનાઇઝેશન શું છે

  • અગાઉ, ગ્રાહકે પેમેન્ટ માટે પોતાના ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો ઓનલાઈન પ્લેટફોર્મ સાથે શેર કરવી પડતી હતી.
  • ઓનલાઈન પ્લેટફોર્મ્સ આ માહિતીને તેમની પાસે સુરક્ષિત રાખવા અને કોઈપણ આગળના વ્યવહાર માટે આ માહિતીનો ઉપયોગ કરે છે. જેના કારણે માહિતી ચોરી થવાનું જોખમ હતું. તેનાથી બચવા માટે રિઝર્વ બેંકે ટોકનાઇઝેશનનો નિયમ બનાવ્યો છે.
  • વાસ્તવમાં ટોકન તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતોને બદલે જારી કરવામાં આવશે.
  • જ્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો, ત્યારે વેપારીને માત્ર આ ટોકન નંબર મળશે અને ક્રેડિટ અને ડેબિટ કાર્ડની માહિતી નહીં.
  • નિયમો અનુસાર, દરેક ટ્રાન્ઝેક્શન માટે કોડ અથવા ટોકન નંબર અલગ હશે અને તમારે પેમેન્ટ માટે આ કોડ અથવા ટોકન નંબર ઓનલાઈન પ્લેટફોર્મ સાથે શેર કરવો પડશે.
  • ટોકનાઇઝેશનથી ગ્રાહકોની માહિતી વધુ સુરક્ષિત બનશે અને તેમની સાથે છેતરપિંડીની ઘટનાઓ પર અંકુશ આવશે.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડને ટોકન્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું

  • સૌપ્રથમ કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ અથવા એપ પર ખરીદી કરો અને પેમેન્ટ પ્રક્રિયા શરૂ કરો.
  • ચુકવણી કરવા માટે તમારી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ માહિતી દાખલ કરો.
  • ચુકવણી કરતા પહેલા ‘RBI Guidelines on Tokenize Your Card Edge’ વિકલ્પ પસંદ કરો. -રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળેલ OTP દાખલ કરો.
  • તમે OTP ભરતાની સાથે જ તમારું ટોકન જનરેટ થઈ જશે અને હવે તમારા કાર્ડને બદલે આ ટોકન આ પ્લેટફોર્મ પર સેવ થઈ જશે.

તમે આ પણ વાંચી શકો છો-

RBI Rules: બે બેંકો પર ફટકાર્યો દંડ, KYC સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ કાર્યવાહી

તમે આ પણ વાંચી શકો છો-

RBI Restriction: 6 મહિના સુધી ખાતામાંથી પૈસા નહીં ઉપાડી શકાય

SHARE

Related stories

Latest stories