HomeBusinessRBI Alert :Google ઉપર સર્ચ કરી કસ્ટમર કેર નંબર ડાયલ કરશો તો...

RBI Alert :Google ઉપર સર્ચ કરી કસ્ટમર કેર નંબર ડાયલ કરશો તો બેંકનું ખાતું સાફ થઈ જશે-India News Gujarat

Date:

RBI Alert:Google ઉપર સર્ચ કરી કસ્ટમર કેર નંબર ડાયલ કરશો તો બેંકનું ખાતું સાફ થઈ જશે, વાંચો આ અગત્યની માહિતી-India News Gujarat

  • RBI Alert:આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ  પેમેન્ટમાં સમસ્યા વિશે વાત કરવા માટે બેંકના કસ્ટમર કેરને કૉલ કરો છો ત્યારે નંબર સાચો છે કે નહિ તે સમજવું મુશ્કેલ બને છે.
  • મુશ્કેલીના સમયે સ્કેમર્સ તમારી નબળી સ્થિતિનો ફાયદો ઉઠાવીને તમને છેતરી શકે છે.
  •  જો તમારે કોઈ પણ બાબત વિશે જાણવા અથવા માહિતી મેળવવાની ઈચ્છા હોય, તો સૌથી પહેલા તમે Google અથવા અન્ય કોઈ સર્ચ એન્જિનનો ઉપયોગ કરો છો.
  • તે સરળ પણ છે અને તમને તમારા પ્રશ્નોના જવાબો પણ પળભરમાં મળે છે.
  • જો કે, કેટલીકવારસરળ અને અનુકૂળ વસ્તુઓ પણ જોખમી સાબિત થાય છે.
  • ખાસ કરીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લગતી બાબતોમાં ઘણી વાર એવું જોવા મળે છે કે તમે ગુગલ પર કોઈ પણ પ્રશ્ન મૂકતાની સાથે જ તમને થોડા સમય પછી સ્પામ કોલ આવવા લાગે છે.
  • જો તમે સાવચેત ન રહો તો તમને ઠગ ચૂનો ચોપડી શકે છે
  • આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે તમારા ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ  પેમેન્ટમાં સમસ્યા વિશે વાત કરવા માટે બેંકના કસ્ટમર કેરને કૉલ કરો છો ત્યારે નંબર સાચો છે કે નહિ તે સમજવું મુશ્કેલ બને છે.
  • મુશ્કેલીના સમયે સ્કેમર્સ તમારી નબળી સ્થિતિનો ફાયદો ઉઠાવીને તમને છેતરી શકે છે.
  • એક મોટો પ્રશ્ન એ પણ રહે છે કે ગૂગલ નહીં તો બેંકનો સાચો નંબર ક્યાંથી મળશે?

સાચો કસ્ટમર કેર નંબર કઈ રીતે શોધવો?

  • જ્યાં સુધી તમને Google થી કસ્ટમર કેર નંબર શોધવામાં સમય લાગશે.
  • આ માટે સર્ચ એન્જીન નહિ તમારા ખિસ્સાને તપાસવાની જરૂર છે.
  • અમે એક સરળ માહિતી જણાવી રહ્યા છે. તમને તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડની પાછળના ભાગમાં  નાના ફોન્ટમાં કસ્ટમર કેર નંબર દેખાશે.
  • આના પર કોલ કરીને તમે ઓનલાઈન પેમેન્ટ સંબંધિત કોઈપણ સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.
  • આ સાથે તમારો ફોન નંબર પણ ભેજાબાજોની નજરથી બચી જશે.

RBI ની જાગૃત રહેવા અપીલ

  • સમય સમય પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ગ્રાહકોને જાહેરાતો અને SMS દ્વારા છેતરપિંડીથી બચવા માટે જાગૃત કરતી રહે છે.
  • હાલમાં જ બેંકે અખબારોમાં જાહેરાત આપી હતી કે બેંકનો સાચો નંબર શોધવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી તે તમારા ખિસ્સામાં જ છે.
  • ઉલ્લેખનીય છે કે જો તમારી સાથે કોઈ ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો બેંકની સાથે તમે સાઈબર સેલમાં પણ ફરિયાદ નોંધાવી શકો છો.તરત ફરિયાદ કરવાથી નાણાં  પરત મળી શકે છે.

તમે આ પણ વાંચી શકો છો-

RBI Repo Rate: આજથી MPCની ત્રિવસીય બેઠક શરૂ થઈ, મોંઘવારીમાં ઘટાડા વચ્ચે શું RBI ફરી રેપો રેટમાં વધારો કરશે?

તમે આ પણ વાંચી શકો છો-

RBI Statement:મોંઘી થયેલી તમામ પ્રકારની લોનથી લોકોને ક્યારે રાહત મળશે ?

SHARE

Related stories

Latest stories