HomeBusiness"Ravi Krishi Mohotsav-2023"/"રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ઃબારડોલી"/INDIA NEWS GUJARAT

“Ravi Krishi Mohotsav-2023″/”રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ઃબારડોલી”/INDIA NEWS GUJARAT

Date:

“રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ઃબારડોલી”

બારડોલી ખેડુત તાલામી કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારના હસ્તે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખુલ્લા મુકાયો

ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે : ધારાસભ્ય ઈશ્વરભાઇ પરમાર

રવિ પાકો વિષે ખેડૂતોને આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની સમજૂતિ આપવામાં આવીઃ

રાજ્યનાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુસર સુરત જિલ્લાના ૯ તાલુકાઓમાં બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ અને ‘સેવા સેતુ’ના પ્રારંભ થયો છે, ત્યારે ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમારના હસ્તે બારડોલી ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે કૃષિ, ખેડુત, કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય કૃષિ મહોત્સવને ખુલ્લો મુકાયો હતો. સાથે સેવા સેતુ કાર્યક્રમ પણ યોજાયો હતો. અવસરે પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન તેમજ બીજા દિવસે ખેડૂતો માટે પ્રદર્શન શરૂ રહેશે.


આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો આપનારા ધરતીપુત્રોને ઓછા ખર્ચે અને આધુનિક ટેકનોલોજી સાથે જ્ઞાન મેળવવાનું માધ્યમ રવિ કૃષિ મહોત્સવ પુરૂ પાડે છે. ખેડુતોના હિતમાં સરકાર હરહંમેશા કાર્ય કરી રહી છે. વધુને વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત બને એ માટે સરકાર દ્વારા નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્ય સરકારના ઉમદા પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ગામેગામ પહોંચી ચૂકી છે.
માનવજીવન અને આરોગ્ય, સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત હોવાનું જણાવતાં ધારાસભ્યએ ઉમેર્યું કે, ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારો ખેડુત ધરતીમાતાની સેવા કરી રહ્યો છે. પ્રકૃતિ અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌમાતાનું પણ જતન થશે.


વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૦૫-૦૬માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગવી પહેલથી કૃષિ મહોત્સવની શરૂઆત થઇ હતી. કૃષિ મહોત્સવ થકી ખેડુતો ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે.ડાંગ જિલ્લો સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતો થયો છે ત્યારે બારડોલી તાલુકાના ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અત્યાર સુધી ૧૬,૫૨૯ ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ૨૦૦ લાભાર્થીઓને બિયારણની કીટ તથા ૨૯૨ લાભાર્થીઓને ખેતીને લગતી રૂ.૫૭.૭૩ લાખની સહાય આપવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી.


મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ધારાભ્યના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષક જીતેન્દ્રભાઇ પટેલ, જિલ્લા પંચાયતના જાહેર આરોગ્ય સમિતના અધ્યક્ષક રોશનકુમાર પટેલ,જિલ્લા પંચાયતના સદસ્ય ભાવેશભાઇ પટેલ, દિપીકાબેન પટેલ, રેખાબેન હળપતિ, બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ જમનાબેન રાઠોડ, બારડોલી પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, નાયબ ખેતી નિયામક (તાલીમ) અને આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર એન.જી.ગામીત, બારડોલી તાલુકા વિકાસ અધિકારી વિભુતીબેન સેવક, સુરત કિટકશાસ્ત્રકૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.જનકસિંહ એસ.રાઠોડ, બારડોલી મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો.રાજેશ.ડી.વેકરિયા, સુગરના કાર્યલય અધિક્ષક એસ.એચ.વ્યાસ, નવસારી મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી એસ.એચ.વ્યાસ, મોટી સંખ્યામાં ખેડુત સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતા.

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

E-CIGARETTES VS  SMOKING : શું સિગારેટ કરતાં E-CIGARETTE વધુ જોખમી છે? જાણો તેની અસર

INDIA NEWS GUJARAT : સિગારેટના ધૂમ્રપાન કરતાં વેપિંગને ઘણીવાર...

Latest stories