HomeBusinessPrime Minister's Visit To Navsari/પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨૨ મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની...

Prime Minister’s Visit To Navsari/પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨૨ મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે/INIDA NEWS GUJARAT

Date:

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ૨૨ મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતે

રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામની મુલાકાત લઇ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પધારનાર છે. વાંસી-બોરસી ખાતે પી.એમ.મિત્ર પાર્કના યોજાનારા કાર્યક્રમ સંદર્ભે રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક રાહુલ ગુપ્તા સહિતના રાજયના ઉચ્ચ અધિકારીઓએ વાંસી-બોરસી ગામની મુલાકાત લઇ જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.


અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે જલાલપોર તાલુકામાં યોજાનારા કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળ તેમજ કાર્યક્રમના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી.

અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે કાર્યક્રમના સુચારૂ સંચાલન બાબતે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તદ્દઉપરાંત પ્રધાનમંત્રીના કાર્યક્રમના આયોજન માટે નિયુક્ત કરવામાં આવેલી વિવિધ સમિતિઓની કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને જરૂરી સૂચનો કર્યા હતા.


આ મુલાકાત દરમિયાન સુરત મ્યુનિસિપાલ કમિશનર શાલિની અગ્રવાલ, નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રાયોજના વહીવટદાર આનન્દુ સુરેશ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

SHARE

Related stories

Latest stories