HomeBusinessPM Mitra Park: વાંસી-બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું ભૂમિપૂજન - INDIA NEWS...

PM Mitra Park: વાંસી-બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું ભૂમિપૂજન – INDIA NEWS GUJARAT

Date:

PM Mitra Park: નવસારીના વાંસી-બોરસી ખાતે પીએમ મિત્રા પાર્ક (પીએમ મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ રિઝન્સ એન્ડ એપેરલ પાર્ક)નું 22મીએ વડાપ્રધાન મોદી ખાતમુહૂર્ત કરશે. આ મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર ધ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજાપા અગ્રણીઓ સભા સ્થળની મુલાકાત લીધી હતી.

1141 એકર જગ્યામાં નિર્માણ થશે પીએમ મિત્ર પાર્ક

ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે 1141 એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે. પી.એમ મિત્ર પાર્કની સ્થાપના ગુજરાત માટે મોટી ઉપલબ્ધિ સમાન છે. ગુજરાતમાં એક માત્ર નવસારીના વાંસી બોરસી ખાતે નિર્માણ પામનાર પી.એમ મિત્ર પાર્કથી 1 લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ નોકરીઓનું સર્જન થશે.

PM Mitra Park: વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ

ટેક્સટાઈલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે ભાજપા અગ્રણીઓને સભા સ્થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જેમાં સભા મંડપમાં વીવીઆઈપી, વીઆઈપી અને જનમેદનીની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારી અંગે વાકેફ કર્યા હતા. પી.એમ. મિત્ર પાર્કથી નવસારી જિલ્લામાં વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે જેનાથી સર્ક્યુલર ઈકોનોમીને વેગ મળશે. પીએમ મિત્ર પાર્ક વડાપ્રધાનશના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને પરિપૂર્ણ કરી કાપડ ઉદ્યોગના વૈશ્વિક નકશા પર ભારતને અગ્રિમ સ્થાન આપશે.

વર્ષ 1985થી 90 ના ગાળામાં આ બંને મિલ તબક્કાવાર બંધ થતા નવસારીના કાપડ ઉદ્યોગનો ભવ્ય વારસો વિસરાયો હતો. એક સમયે કાપડ ઉદ્યોગની જાહોજલાલીથી ધમધમતી સંસ્કારી નગરી નવસારીમાં કાળક્રમે કાપડ ઉદ્યોગનો વિકાસ ધીમો પડી ગયો હોય એવું પ્રતિત થયું હતું. પરંતુ હવે નવસારીના વાંસી બોરસીમાં પીએમ મિત્ર પાર્ક સાકાર થવાથી નવસારીના કાપડ ઉદ્યોગની ખોવાયેલી રોનક પરત ફરશે.

તમે આ પણ વાંચી શકો છો:

Vikrant Masseyએ કારકિર્દીના શરૂઆતી તબક્કા વિશે કર્યો ખુલાસો, દર મહિને 35 લાખ રૂપિયા કમાવા છતાં ટીવી છોડી દીધું

તમે આ પણ વાંચી શકો છો:

Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories