PM Awas Yojana : સપનાના ઘરના નિર્માણ માટેની સહાય યોજનાની મુદત બે વર્ષ માટે લંબાવવામાં આવી, કોણ કરી શકે છે અરજી?-India News Gujarat
- PM Awas Yojana :આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
- આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે.
- કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન (PMAY-U)નો સમયગાળો બે વર્ષ માટે લંબાવ્યો છે.
- હવે આ યોજના 31 ડિસેમ્બર, 2024 સુધી લાગુ રહેશે. આમાં 31 માર્ચ, 2022 સુધીમાં મંજૂર થયેલા 122.69 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ કરવા માટે નાણાકીય સહાયનો પણ સમાવેશ થાય છે.
- દેશના તમામ લોકોને પાકાં મકાનો આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે.
- એક મીડિયા રિપોર્ટ મુજબ સરકારી નિવેદન અનુસાર ઓરીજીનલ પ્રોજેક્ટ ડિમાન્ડ અનુસાર 102 લાખ મકાનોના નિર્માણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પૈકી 62 લાખ મકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
- કુલ મંજૂર થયેલા 123 લાખ મકાનોમાંથી 40 લાખ મકાનોની દરખાસ્તો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મોડી પ્રાપ્ત થઈ હતી જેને પૂર્ણ થવામાં બીજા બે વર્ષનો સમય લાગે છે.
- તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિનંતીઓના આધારે કેન્દ્રીય કેબિનેટે PMAY-U ના અમલીકરણની અવધિ 31 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી
- આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય EWS/LIG અને MIG કેટેગરીમાં શહેરી આવાસની અછતને દૂર કરવાનો છે જેમાં ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ સહિત તમામ પાત્ર શહેરી પરિવારોને પાકાં મકાનો સુનિશ્ચિત કરવામાં આવે છે.
- આ યોજના હેઠળ વર્ષ 2017માં અંદાજિત 100 લાખ મકાનોની માંગ હતી.
યોજનાનો લાભ કોને મળી શકે ?
- 3 લાખથી 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતું કોઈપણ કુટુંબ, અરજદાર અથવા પરિવારના કોઈપણ સભ્ય પાસે દેશના કોઈપણ ભાગમાં પાકું મકાન ન હોવું જોઈએ.
- 18 લાખથી વધુની કમાણી કરતી વ્યક્તિઓ જેમની પાસે પહેલેથી જ પોતાનું પાકું મકાન છે અથવા જેમને ભૂતકાળમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકતા નથી.
આ દસ્તાવેજો જરૂરી પડશે
ઓળખ પત્ર:
- PAN કાર્ડ, મતદાર આઈડી, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, સરકાર દ્વારા ઈશ્યુ કરાયેલ કોઈપણ ફોટો આઈડી કાર્ડ, માન્યતાપ્રાપ્ત અધિકારી અથવા જાહેર સેવક પાસેથી ફોટોગ્રાફ સાથેનો કોઈપણ પત્ર.
સરનામાનો પુરાવો:
- મતદાર કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, વીમો, રહેઠાણનું સરનામું પ્રમાણપત્ર, સ્ટેમ્પ પેપર પરનું ભાડું કરાર અથવા બેંક પાસબુક પર લખેલું સરનામું.
આવકનો પુરાવો:
- છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, ITRની રસીદ, છેલ્લા 2 મહિનાની સેલરી સ્લીપ
મિલકતનો પુરાવો:
- વેચાણ ડીડ, વેચાણ/ખરીદી કરાર, મિલકત નોંધણી પ્રમાણપત્ર, જો ઉપલબ્ધ હોય તો, ચુકવણીની રસીદ.
તમે આ પણ વાંચી શકો છો-
PM Celebrates Raksha Bandhan: જાણો PM ને કોણે રાખડી બાંધી
તમે આ પણ વાંચી શકો છો-