HomeBusinessOnline Marketplace Gem:Flipkart અને Amazonથી પણ સસ્તો સામાન વેચી રહી છે-India News...

Online Marketplace Gem:Flipkart અને Amazonથી પણ સસ્તો સામાન વેચી રહી છે-India News Gujarat

Date:

Online Marketplace Gem: Flipkart અને Amazonથી પણ સસ્તો સામાન વેચી રહી છે આ સરકારી વેબસાઈટ, લોકો કરી રહ્યા છે ધનાધન ખરીદી-India News Gujarat

  • Online Marketplace Gem: ભારતીય ગ્રાહકો ડિસ્કાઉન્ટ માટે ફ્લિપકાર્ટ  અને એમેઝોન  જેવા પોર્ટલ્સ પસંદ કરે છે પરંતુ તમે શું જાણો છો કે એક સરકારી પોર્ટલ આ બધી ઈ-કોમર્સ વેબસાઈટ કરતા પણ વધુ સસ્તો સામાન વેચી રહી છે.
  • જાણો ક્યા સરકારી પોર્ટલ પર મળે છે સસ્તો સામાન.
  •  જો તમે ભારતમાં રહેતા હો તો તમે જાણતા જ હશો કે અહીં જરૂરી  પ્રોડક્ટ્સની ખરીદી માટે  Flipkart અને  Amazon ને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે.
  • હકીકતમાં આ એવા પોર્ટલ છે જે ભારતીય ગ્રાહકોને જરૂરી તમામ સામાન વેચે છે.
  • તમે મિનિટોની અંદર કોઈપણ વસ્તુની ખરીદી કરી શકો છો, ભલે પછી તે કોઈ સ્માર્ટ ફોન ની ખરીદી હોય કે ટીવી, ફ્રીજ કે અન્ય કોઈ સામાન.
  • દરેક પ્રકારની વસ્તુઓ અહીં ઉપલબ્ધ હોય છે.
  • જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે એક એવુ જ ઓનલાઈન માર્કેટ પ્લેસ છે જે આ વેબસાઈટથી પણ સસ્તો

કયુ છે આ માર્કેટ પ્લેસ ?

  • આ સરકારી માર્કેટ પ્લેસ છે gem.gov.in અહીંથી આપ કોઈપણ ખરીદી કરી શકો છો.
  • આ માર્કેટ પ્લેસમાં કેટલીક પ્રોડક્ટ્સ એવી છે જે અન્ય કોઈપણ વેબસાઈટની સરખામણીએ ઘણી વ્યાજબી કિંમતે ખરીદી શકો છો.
  • આપને જણાવી દઈએ કે વર્ષ 2021-22માં થયેલા ઈકોનોમિક સર્વેમાં આ વાતની પુષ્ટિ થઈ ચુકી છે કે 10 એવી પ્રોડક્ટ્સ જે આ વેબસાઈટ પર ઘણી ઓછી કિંમતે વેચાઈ રહી છે.
  • જો કે તેની કિંમતોમાં આમ તો કોઈ મોટો ફર્ક નથી, છતા તેની કિંમતો Amazon અને Flipkart કરતા ઓછી છે.

શું છે તેની ખાસિયત ?

  • ઓછી કિંમત હોવા છતાં પણ આ સરકારી પોર્ટલની ક્વોલિટીમાં કોઈપણ પ્રકારની ખામી આપને જોવા નહીં મળે અને આ જ કારણ છે કે ગ્રાહકો તેના પર વિશ્વાસ મુકી ખરીદી કરી શકે છે.
  • ઈકોનોમિક સર્વે દરમિયાન કુલ મળીને 22 પ્રોડક્ટ્સ વચ્ચે સરખામણી કરવામાં આવી હતી જેમાથી એ તથ્ય સામે આવ્યુ કે આ સરકારી પોર્ટલ અને અન્ય ઈ-કોમર્સની કિંમતોમાં ઘણુ અંતર છે.
  • કિંમતોમાં આ અંતર 9.5 ટકા હતુ.
  • આવા ગ્રાહકો માટે આ લાભદાયક ડીલ સાબિત થઈ શકે.
  • બહુ જૂજ પોર્ટલ્સ એવા છે જે ઓછી કિંમતો હોવા છતા ક્વોલિટી જાળવી રાખે છે, જો કે આપ આ સરકારી માર્કેટ પ્લેસ પર જઈને ઘણી બચત કરી શકો છો અને સારી ક્વોલિટીવાળી પ્રોડક્ટસ પણ ખરીદી શકો છો.

તમે આ પણ વાંચી શકો છો-

Flipkart Dealમાં આજે 4 મેના રોજ 15 હજારનો ફોન 10 હજારમાં ખરીદો

તમે આ પણ વાંચી શકો છો-

ONDC : Amazon, Walmartને પછાડવા ભારત લોન્ચ કરશે ઇ-કોમર્સ નેટવર્ક

SHARE

Related stories

Latest stories