HomeBusiness'One Nation, One Ration Card'/'વન નેશન, વન રાશનકાર્ડ'/India News Gujarat

‘One Nation, One Ration Card’/’વન નેશન, વન રાશનકાર્ડ’/India News Gujarat

Date:

‘વન નેશન, વન રાશનકાર્ડ’ અંતર્ગત પ્રવાસી મજૂરો, દૈનિક ગ્રામીણ કામદારોને મળી રહ્યું છે નિ:શુલ્ક રાશન

ટેકનોલોજીના માધ્યમથી રેશનકાર્ડની પોર્ટેબિલિટી કરાવીને દરેક સ્થળેથી હકકનું રાશન મેળવી રહ્યો છું: લાભાર્થી મોહમ્મદભાઈ અંસારી

ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના દ્રારા સંજીવકુમાર ઓડિટોરિયમ, પાલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતીયો ‘વન નેશન, વન રાશનકાર્ડ’ યોજનાનો લાભ લઈ પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે.
આવા જ મૂળ બિહારના સીતામઢી જિલ્લાના અને સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા અંસારી મોહમ્મદભાઈએ ‘વન નેશન વન રાશનકાર્ડ’ યોજના બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટેકસટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરીને છેલ્લા ૧૫ વર્ષથી સુરતની ધરતીને કર્મભૂમિ બનાવી છે. પરિવારમાં પત્ની સહિત પાંચ બાળકો રહીને છીએ. ટેકનોલોજીના માધ્યમથી રાશન મળવવું વધુ સરળ બન્યું છે. અમારું રેશનકાર્ડ વતનનું હતું એજ રેશનકાર્ડની પોર્ટેબિલિટી કરાવીને અહીંયાથી હકકનું રાશન મેળવી રહ્યા છીએ. બારકોડેડ રેશનકાર્ડ તેમજ બાયોમેટ્રીક આધારિત કુપન પદ્ધતિના અમલથી ગેરરીતિ પણ અટકી છે.
કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ‘એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ’ યોજના અમલી બનાવી છે. આ યોજનાથી અમારા જેવા સ્થળાંતરીત પરિવારો ભૂખ્યા ઉઠે છે પણ ભૂખ્યા સુતા નથી એનો હું સાક્ષી રહ્યો છું એમ અંસારીએ ઉમેર્યું હતું.
વધુમાં અંસારીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે લોકોમાં ગેરમાન્યતા હોય છે કે મફત મળે છે એટલે ગુણવતા સારી નહીં હોય પણ સારી ગુણવતા વાળા ઘઉં, બાજરી અને ફોર્ટિફાઇડ ચોખા આપી સરકારે રાશનની સાથે આરોગ્યની પણ સંભાળ રાખી છે. રેશનકાર્ડમાં અમને દર મહિને ૨૫ કિલોગ્રામ અનાજ મળી રહ્યું છે. જેમાં વ્યક્તિદીઠ બે કિલો ઘઉં, બે કિલો ચોખા અને એક કિલો બાજરી મળતા જ ઘરના દરેક સભ્ય ભરપેટ જમીએ છીએ. નિ:શુલ્ક રાશન મળતા બચત પણ થઈ રહી છે અને બાળકોના અભ્યાસમાં પણ પૂરતું ધ્યાન આપી શકાય છે. આમ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરે છે જે હવે સમગ્ર દેશમાં સુલભ બની છે એ બદલ સરકારશ્રીના આભારી રહીશું.

SHARE

Related stories

Latest stories