HomeAutomobiles'NO HURRY,NO WORRY’/રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી-૨૦૨૪/INDIA NEWS GUJARAT

‘NO HURRY,NO WORRY’/રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી-૨૦૨૪/INDIA NEWS GUJARAT

Date:

રાષ્ટ્રીય માર્ગ સલામતી’ માસની ઉજવણી-૨૦૨૪

જિલ્લા કલેકટર આયુષ ઓકે ટ્રાફિક નિયમોના પાલનનો સંદેશો આપતી ભવ્ય રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સૌએ નિયમોના અનુકરણ માટેની સામૂહિક પ્રતિજ્ઞા લીધી

પ્રાથમિક શાળાના બાળકોના અભ્યાસક્રમમાં ટ્રાફિક નિયમોનો સમાવેશ કરી બાળપણથી જ માર્ગ સુરક્ષા અંગે શિક્ષિત અને જાગૃત કરવા અનિવાર્ય: કલેક્ટર આયુષ ઓક

તા.૧૫ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ચાલનારી રોડ સેફટી ઝુંબેશ દરમિયાન શહેરભરમાં વિવિધ જાગૃતતા કાર્યક્રમ યોજાશે

‘NO HURRY, NO WORRY..’ ‘અતિ ગતિ, જીવન ક્ષતિ’ ના ધ્યેયસૂત્ર સાથે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની’ ઉજવણી અંતર્ગત માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટે ટ્રાફિક નિયમોના પાલન અંગે નાગરિકો જાગૃત્ત બને એ માટે સુરત RTO, પાલ દ્વારા આયોજિત ભવ્ય રેલીને જિલ્લા કલેકટર આયુષ ઓકે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઉપસ્થિત સૌ કોઈએ ટ્રાફિક નિયમોના પાલનની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ‘નેશનલ રોડ સેફટી મંથ’ વિષે સમજ જાણકારી આપી લોકોને જાગૃત્ત પણ કરાયા હતા.


આ પ્રસંગે કલેક્ટરએ રોડ સેફટી અંગે ઉપયોગી માપદંડો જેવા કે રોડ એન્જિનિયરિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ ટ્રાફિક ડિસીપ્લીનની જાણકારી આપી પ્રવર્તમાન સંજોગોમાં તેનું મહત્વ સમજાવ્યું હતું. વધતી ટેકનોલોજી સાથે ટ્રાફિક વ્યવસ્થાપનના સુચારું સંચાલન માટે થતી કામગીરીની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે, રોડ અકસ્માતો નિવારવા માટે વયસ્કોની સાથે બાળકોને ટ્રાફિક નિયમોથી માહિતગાર કરવા જરૂરી છે. પ્રાથમિક શાળાના અભ્યાસક્રમોમાં ટ્રાફિક નિયમોનો સમાવેશ કરી તેઓને બાળપણથી જ માર્ગ સુરક્ષા અંગે શિક્ષિત અને જાગૃત કરવા અનિવાર્ય છે.


કલેક્ટરએ નવા બની રહેલા રોડ-રસ્તા અને વધતી વાહનવ્યવહારની સુખ સુવિધાઓ સાથે દરેક નાગરિકોને જવાબદાર બની ટ્રાફિક નિયમોનું અસરકારક પાલન કરવા અનુરોધ કર્યો હતો. તેમજ અન્યોને પણ પ્રેરણા આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે આર.ટી.ઓ એચ.એમ.પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી RTO અને શહેર ટ્રાફિક પોલિસના સંયુક્ત ઉપક્રમે તા.૧૫ જાન્યુ.થી ૧૪ ફેબ્રુઆરી-૨૦૨૪ સુધીના એક મહિનાની ઉજવણી દરમિયાન કરાનારી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમજ શહેરના દરેક પરિવારોને એક સેફટી હીરો નીમવાનો અનુરોધ કરી વાહનવ્યવહાર દરમિયાન માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપવા ભારપૂર્વક જણાવ્યુ હતું.


આ પ્રસંગે સહાયક પોલીસ કમિશનર વી.પી.ગામીત, એ.આર.ટી.ઓ. એ.એમ.પટેલ અને પી.બી. લાઠીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ, NHAIના અંકિતભાઈ, RTO કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિવિધ ડ્રાઈવિંગ સ્કૂલના સંચાલકો અને જાગૃત્ત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories