HomeBusinessNiti Aayog Meeting Was Held/ભારત સરકારના નીતિ આયોગના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમના અધ્યક્ષસ્થાને...

Niti Aayog Meeting Was Held/ભારત સરકારના નીતિ આયોગના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ/INDIA NEWS GUJARAT

Date:

ભારત સરકારના નીતિ આયોગના સી.ઈ.ઓ. બી.વી.આર. સુબ્રમણ્યમના અધ્યક્ષસ્થાને ICCC-વેસુ ખાતે સુરત શહેર-જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ

મનપા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્માણાધિન વિકાસ પ્રકલ્પો વિષે જાણકારી મેળવતા નીતિ આયોગના સી.ઈ.ઓ.

ભારતના શહેરો આગામી ૨૫ વર્ષમાં વિકાસનો ગ્રોથ મેપ બનાવી આયોજનબદ્ધ રીતે આગળ વધે તે દિશામાં ભારત સરકાર કાર્ય કરી રહી છે: બી.વી.આર. સુબ્રમણ્યમ

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના ભરૂચ, નવસારી અને તાપી જિલ્લાઓને ‘ગ્રોથ હબ’ તરીકે વિકસાવવાનું આયોજન

વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના ઉપક્રમે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને “ગ્રોથ હબ્સ” તરીકે વિકસાવીને મેગા ઈકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે. જેમાં એક ‘ગ્રોથ હબ’ તરીકે સુરત અને તેની આસપાસના ભરૂચ, નવસારી અને તાપી જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે નીતિ આયોગ, ભારત સરકારની ટીમે આજે સુરતની મુલાકાત લીધી હતી, જેમાં ભારત સરકારના નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર બી.વી.આર. સુબ્રમણ્યમના અધ્યક્ષસ્થાને ICCC-વેસુ ખાતે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે સુરત શહેર-જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ હતી.

બેઠકમાં સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, ભારતના શહેરો આગામી ૨૫ વર્ષમાં વિકાસનો ગ્રોથ મેપ બનાવી આયોજનબદ્ધ રીતે આગળ વધે તે દિશામાં ભારત સરકાર કાર્ય કરી રહી છે. સુરત શહેર આગામી ૨૫ વર્ષમાં કઈ દિશામાં ગ્રોથ કરશે તે અંગેની જરૂરિયાતના આધારે આયોજન કરી આગળ વધવાનો અનુરોધ કર્યો હતો. સુરત શહેરમાં પોર્ટ તથા ફુડ ઈન્ડસ્ટ્રીઝમાં વિશાળ તકો હોવાથી આ ક્ષેત્રમાં આગળ વધવાની હિમાયત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજય મેવાવાલાએ ગારમેન્ટ અને ટેકનિકલ ટેક્સ્ટાઈલક્ષેત્રના વિકાસ માટેના સૂચનો કર્યા હતા. તેમણે સુરતના વિકાસ ‘@૪૭ ગ્રોથ હબ’માટેના સુચનો અધિકારીઓ પાસેથી મેળવ્યા હતા.

બેઠકમાં મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સુરત શહેરના વિકાસમાં સિંહફાળો આપતા ડાયમંડ, ટેક્ષટાઈલ, હજીરા ઈન્ડસ્ટ્રીઝ, ફુડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝ, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોની વિગતો આપી હતી. મહાનગરપાલિકાના વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ક્લીન સિટી, રિન્યુએબલ એનર્જી, ઈલેકટ્રીક વ્હીકલને પ્રોત્સાહન માટેના પગલાઓ, બાયોડાયવર્સિટી પાર્ક, રોડ કનેક્ટીવિટી, તાપી શુદ્ધિકરણ, આઉટર રિંગ રોડ, મેટ્રો, બી.આર.ટી.એસ. કોરિડોર, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા પ્રોજેક્ટ વિશેની તલસ્પર્શી જાણકારી આપી હતી. ભવિષ્યમાં આઈ.ટી., સ્ટાર્ટ અપ, જવેલરી મેન્યુફેક્ચરિંગ સેકટર, એજયુકેશન, હેલ્થકેર, સ્પોર્ટ્સક્ષેત્રના વિકાસની સંભાવનાઓ વિશે મ્યુ. કમિશનરે માહિતી આપી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર આયુષ ઓકે જિલ્લાના દિલ્હી- મુંબઈ કોરિડોર, મલ્ટી લોજિસ્ટીક પાર્ક, ગોથાણ-હજરા રેલ્વેલાઈન, બુલેટ ટ્રેન, મેગા ફૂડ પાર્ક જેવા પ્રોજેક્ટ્સ માહિતી આપી હતી. તેમણે સુરતને આઈ.ટી. હાર્ડવેર, લેબ ગ્રોન ડાયમંડ અને જેમ્સ સ્ટોન, હેલ્થ કેર અને લોજિસ્ટિક, જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ બનવાની ક્ષમતાઓ અંગે પણ ભાવિ ગ્રોથ આઈડિયા રજૂ કર્યા હતા.

બેઠકમાં ભરૂચ, તાપી અને નવસારી જિલ્લા કલેકટર વર્ચ્યુઅલ જોડાયા હતા. નવસારીના કલેકટરે ભવિષ્યમાં નવસારી જિલ્લાના વિકાસ માટે વિઝન વિશે જણાવ્યું હતું કે, નવસારીમાં કેરી તથા ચીકુનું ઉત્પાદન મોટાપાયા પર થઈ રહ્યું છે, જેથી એગ્રીકલ્ચર ફુડ પાર્ક ક્ષેત્રે વિકાસની સંભાવનાઓ રહેલી છે. પી.એમ.મિત્રા પાર્કના નિર્માણથી રોજગારીનુ સર્જન વિશેની વિગતો તેમણે આપી હતી.

બેઠકમાં પ્રાદેશિક કમિશનર (નગરપાલિકા) ડી.ડી.કાપડીયા, સુડાના ઈન્ચાર્જ CEO યોગેશ ચૌધરી, નાયબ વન સંરક્ષક આનંદકુમાર (IFS), મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

E-CIGARETTES VS  SMOKING : શું સિગારેટ કરતાં E-CIGARETTE વધુ જોખમી છે? જાણો તેની અસર

INDIA NEWS GUJARAT : સિગારેટના ધૂમ્રપાન કરતાં વેપિંગને ઘણીવાર...

Latest stories